Home Uncategorized નલિયાકાંડનો અહેવાલ વિધાનસભામાં મુકાયો,બળાત્કારની ઘટના અંગે કોઈ સાહિત્ય ન મળ્યું

નલિયાકાંડનો અહેવાલ વિધાનસભામાં મુકાયો,બળાત્કારની ઘટના અંગે કોઈ સાહિત્ય ન મળ્યું

Face Of Nation:કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ-2015થી નવેમ્બર-2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવ્યા બાદ આ અંગે તપાસ માટે જસ્ટિસ એ. એલ. દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ બનાવવામાં આવ્યું હતું. તપાસ પંચના તારણો અંગેનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એ.જી. દવે કમિશનને રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ભલામણો કરી છે. જ્યારે તપાસ અહેવાલ પ્રમાણે બળાત્કારની ઘટના બની હોવા અંગે કોઈ સાહિત્ય મળ્યું ન હોવાની નોંધ કરવામાં આવી છે.

તપાસ પંચે જે અહેવાલ આપ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે, ઓગષ્ટ- 2015 થી નવેમ્બર- 2016 દરમિચાન કચ્છ જિલ્લાની યુવતી ઉપર બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય કે વિગતો ઉપલબ્ધ થયું નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોઈ, પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિઓની ક્ષતિ થયાનું ફલિત થતું નથી.