Home Uncategorized સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ,...

સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video

ફેસ ઓફ નેશન, 06-05-2020 : ગુજરાતમાં અમદાવાદની કોરોનાના કેસોને લઈને હાલત દિવસે દિવસે વધુ બગડતી જઈ રહી હતી. તેવામાં સરકારે આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે સિનિયર ઓફિસરોની ટિમ અમદાવાદમાં ઉતારી દીધી હતી. ગઈ રાતથી જ આ ટીમે અમદાવાદની પરિસ્થિતિનો તાગ મેળવવા મીટિંગોનો દોર શરુ કરી દીધો હતો. આજે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ આઇએએસ અધિકારી રાજીવ ગુપ્તા અને અમદાવાદના ઇન્ચાર્જ કમિશનર મુકેશ કુમારે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. જેમાં અમદાવાદની સ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ મિટિંગમાં ડેપ્યુટી કમિશનર સહીત આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વૃદ્ધો અને કોટ વિસ્તારના હોટ સ્પોટ વિસ્તારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાત ઝોનના ડેપ્યુટી કમિશનરોને પણ જુદી જુદી કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સુપર સ્પ્રેડર અને વૃદ્ધોને લઈને નવી રણનીતિ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બેઠકમાં રાજીવ ગુપ્તાએ તમામ અધિકારીઓનો ઉધડો લઈ લીધો હોવાની પણ જાણકારી મળી છે. તેમની કામગીરીને લઈને પણ ખુલાસા માંગ્યા હતા. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/cvnCq1u1O30

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?

પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?

અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જે ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેમના વિષે જાણો આ હકીકત, Video