Face Of Nation 07-07-2022 : પ્રધાનમંત્રી બોરિસ જોનસનની કેબિનેટમાંથી નાણા મંત્રી ભારતીય મૂળના ઋષિ સુનકે રાજીનામું આપી દીધું છે. આ પહેલા આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે પણ રાજીનામું આપી દીધું હતું, જેથી આ બંને રાજીનામાના બ્રિટનના રાજકીય વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. સુનકે બ્રિટીશ પ્રધાનમંત્રી જોનસનને એક પત્ર લખીને રાજીનામું આપ્યું છે. તેમાં સુનકે જોનસનની કામ કરવાની પદ્ધતિની આકરી ટીકા કરી છે.
રાજકારણમાં આ મારી છેલ્લી જોબ છે
આ ઉપરાંત પત્રમાં તેમણે લખ્યું છે કે, પ્રજા હંમેશા ઈચ્છે છે કે, સરકાર યોગ્ય રીતે, સંપૂર્ણ રીતે અને ગંભીર રીતે ચાલે. રાજકારણમાં આ મારી છેલ્લી જોબ છે, પરંતુ હું માનું છું કે, આ ધારાધોરણો માટે આપણે લડાઈ ચાલુ રાખવી જોઈએ અને એટલે જ હું રાજીનામું આપી રહ્યો છું. ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિની બ્રિટનમાં ભારે ટીકા થતી હતી. અક્ષતા મૂર્તિ બ્રિટનમાં જાણીતા ફેશન ડિઝાઈનર છે, જે ઈન્ફોસિસના વડા એન.આર. નારાયણમૂર્તિના પુત્રી છે.
સુનકે જોનસનને અગાઉ પણ એક પત્ર લખ્યો હતો
સુનકને એવું કહીને ઘેરવામાં આવતા હતા કે, અક્ષતા મૂર્તિ રશિયામાં ઈન્ફોસિસની કમાણીમાંથી મોટો હિસ્સો મેળવે છે. આમ છતાં, તેઓ બ્રિટનમાં ટેક્સ નથી આપતા. સુનકે અગાઉ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, તેઓ ક્યારેય આ પ્રકારના પાયાવિહોણા આરોપોને લઈને નાણા મંત્રી તરીકે રાજીનામું નહીં આપે. સુનકે પ્રધાનમંત્રી જોનસનને અગાઉ પણ એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે જોનસનને અપીલ કરી હતી કે, સરકાર એ વાતનો રિવ્યૂ કરાવે કે, મેં મંત્રી તરીકે નિયમોનું પાલન કર્યું છે કે નહીં. સુનકે ટ્વિટ પણ કરી હતી કે, મેં હંમેશા નિયમોનું પાલન કર્યું છે. મને આશા છે કે, આ પ્રકારનો કોઈ રિવ્યૂ કરીને સરકાર સ્પષ્ટતા કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).