Home News ઓમિક્રોનથી ભયજનક પરિસ્થિતિ, ગુજરાતમાં વધતાં કેસ વચ્ચે વધશે આ નિયંત્રણો

ઓમિક્રોનથી ભયજનક પરિસ્થિતિ, ગુજરાતમાં વધતાં કેસ વચ્ચે વધશે આ નિયંત્રણો

Face of Nation 23-12-2021:  હાલ કોરોનાનો કહેર રાજ્યમાં વધ્યો છે. નવા વેરિયન્ટ ઓમિક્રોને માથુ ઉચક્યું છે અને આજની સ્થિતિએ કોરનાના 91 અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના 23 કેસ નોંધાયાં છે. પરિણામે ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર ચિંતિત બન્યું છે. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં આ અંગે કેન્દ્રીયસ્તરે ઉચ્ચઅધિકારીઓની મહત્વની બેઠક યોજી શકે છે. જેમાં નવા વેરીયન્ટ ઓમિક્રોનની સ્થિતિની સમીક્ષા કરી શકે છે.

બીજીબાજુ ગુજરાતમાં પણ આ અંગે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. બુધવારની સ્થિતિએ ગુજરાતમાં કોરોનાના કુલ 91 કેસ નોંધાયાં છે.જ્યારે ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે. હવે ઓમિક્રોન વેરિયન્ટ વ્યાપક પ્રમાણમાં પ્રસરે નહીં તે હેતુ કેન્દ્ર સરકાર રાજ્યોને ચેતવણી આપવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં રાજ્યોને આ અંગે ફરી એક વાર નિયંત્રણ લાદવા સૂચના આપી શકે છે. ગુજરાતમાં પણ તેનો અમલ થઇ શકે છે.

ગુજરાતમાં કયા નિયંત્રણ લદાઇ શકે ?

હોટેલ-રેસ્ટોરન્ટમાં બેઠક મર્યાદામાં 50 ટકાને પ્રવેશ
લગ્ન-સામાજિક-ધાર્મિક કે અન્યકોઇ પ્રસંગે 200ને જ પ્રવેશ
વિદ્યાર્થોઓ માટે શૈક્ષણિકકાર્ય સંપૂર્ણ બંધ
માસ્ક-સામાજિક દૂરી અને સંકુલ સેનિટાઇઝેશનનો કડક અમલ

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 1 થી 5 અમલમાં છે. આ સમય યથાવત રહેશે. આગામી સમયમાં જે રીતે ક્રિસમસ અને ન્યૂયરનું આગમન થઇ રહ્યું છે. દરમિયાન ઓમિક્રોના ફેલાવાએ ગુજરાત સરકાર અને વહીવટીતંત્રમાં ચિંતા જતાવી છે , ત્યારે હવે તમામ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામા આવશે અને પ્રજા પણ તેનો ચુસ્ત અમલ કરશે તો જ ઓમિક્રોન મુક્ત ગુજરાત બની શકશે, આ અંગે શનિવાર સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).