Home Politics ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કેસમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ જુબાની આપવાનો કરી દીધો ઈન્કાર

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કેસમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ જુબાની આપવાનો કરી દીધો ઈન્કાર

Face Of Nation:ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે થયેલી ઇલેક્શન પિટિશનની સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ જુબાની આપવા ઇન્કાર કરી દીધો છે. તેમના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, અરજદાર પહેલા કોર્ટ સમક્ષ સાબિત કરે કે મારી જુબાની શા માટે અને તે લેવા માટે અરજી કરે? મંગળવારે હાઇકોર્ટે ધવલ જાનીના વકીલને પૂછવામાં આવ્યું હતું કે તે જુબાની આપવા આવશે કે નહીં? અરજદાર તરફથી ધવલ જાનીની ઊલટ તપાસ કરવા માગણી કરવામાં આવી હતી.

પાતળી સરસાઇથી જીતેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે થયેલી ઇલેક્શન પિટિશનમાં ચૂંટણી દરમ્યાન રિટર્નિંગ ઓફિસર ધવલ જાની સામે આક્ષેપો કરાયા છે. જાનીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે અરજદારે મારી જુબાની લેવા માટે અરજી કરવી પડે ત્યારબાદ તેના કારણો યોગ્ય લાગે તો તે જુબાની આપવા આવશે.