Face Of Nation, 15-10-2021: જમ્મુ -કાશ્મીરના પુલવામામાં સેના અને પોલીસે આતંકીઓ સાથે એન્કાઉન્ટર શરૂ કર્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, વાહીબાગ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને આ વિસ્તારમાં આતંકીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળો અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
https://twitter.com/ANI/status/1448982744571076614?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448982744571076614%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Frevenge-taken-by-the-indian-army-trf-terrorist-shot-dead-in-pulwama
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શ્રીનગરના શાહિદ બશીર શેખ તરીકે થઈ છે. તે તાજેતરમાં 2જી ઓક્ટોબરના રોજ એક નાગરિક (મોહમ્મદ સફી ડાર, PDD વિભાગનો સ્ટાફ)ની હત્યામાં સામેલ હતો. આતંકી પાસેથી એકે -47 રાઇફલ, મેગેઝિન અને દારૂગોળો મળી આવ્યો છે.
https://twitter.com/ANI/status/1448987655539073025?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448995408907100161%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Frevenge-taken-by-the-indian-army-trf-terrorist-shot-dead-in-pulwama
શુક્રવારે સુરક્ષાદળોને વહીબાગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. જેના પર પુલવામાં પોલીસ, સેનાની 50-આરઆર (રાષ્ટ્રીય રાઇફલ્સ) અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ઘેરાબંધી કરીને ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર શરૂ થયું અને થોડા સમયમાં એક આતંકી માર્યો ગયો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)