Face Of Nation 28-04-2022 : ગાંધીનગર કલેક્ટર કચેરીની સબ રજીસ્ટ્રાર કચેરી ખોટા પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજ કરી દેવાના કારણે વિવાદના વંટોળમાં ફસાઈ છે. એવામાં આજે રાજ્ય મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કલેક્ટર કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરીને રજીસ્ટ્રાર કચેરીમાં ચાલતી પોલમ પોલ પકડી પાડી છે. મંત્રીની મુલાકાત વેળાએ સર્કલ ઓફિસરની જગ્યાએ ત્રાહિત વ્યક્તિ કચેરીનું કામકાજ કરી રહ્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે કલેકટર ડો કુલદીપ આર્ય દ્વારા તાત્કાલીક સર્કલ ઓફિસર ઈશ્વર દેસાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે.
સરપ્રાઈઝ વિઝીટથી અધિકારી-કર્મચારીઓ ફફડ્યાં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આવેલી જિલ્લા દફ્તર કચેરીમાં રી-સર્વેની કામગીરી અન્વયે એસીબીની ટીમે 1 લાખ રૂપિયાની લાંચ લેતાં સીનિયર સર્વેયર અતુલ વ્યાસને ઝડપી પાડ્યો હતો. હજી તો આ ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે મેદરા ગામની કરોડોની જમીન ખોટા પાવર ઓફ એટર્ની ના આધારે દસ્તાવેજ કરી દઈ સબ રજીસ્ટ્રાર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવતાં ફરી પાછી અત્રેની કચેરી ભ્રષ્ટાચારના વિવાદના વંટોળમાં આવી ચૂકી છે.ત્યારે આજે રાજ્ય મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કલેક્ટર કચેરી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવતાં અધિકારી – કર્મચારીઓ ફફડી ઉઠયા હતા. મહેસૂલ મંત્રીની ઉડતી મુલાકાતમાં સર્કલ ઓફિસરની જગ્યાએ ત્રાહિત વ્યક્તિ કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી બિન અધિકૃત વ્યક્તિ દ્વારા કચેરીમાં આવીને અડીંગો જમાવીને વહીવટ કરતા હોવાનું પણ વધુમાં બહાર આવતા મંત્રીએ નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈનો ઊધડો લઈ લેવામાં આવ્યો હતો.
જવાબદારો સામે કડકમાં કડક એક્શન લેવાય
આ અંગે મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, બે દિવસથી એક જાગૃત નાગરિકે વીડિયો સાથે ફરિયાદ મોકલી આપી હતી. જેનાં પગલે આજે કલેકટર કચેરીની ઓચિંતી મુલાકાત લેતા મહેસૂલ કચેરીના સર્કલ ઓફિસરની જગ્યાએ અન્ય ત્રાહિત વ્યક્તિ બેઠો હતો. અને સર્કલ ઓફિસરની ખુરશી પર બેસી ફાઈલો ચેક કરતાં હતાં. જ્યારે અહીં બેઠેલા એક અધિકારીએ પણ જણાવ્યું હતું કે, ત્રાહિત વ્યક્તિ છેલ્લા પાંચ મહિનાથી અહીં બેસીને સરકારી કામકાજ કરતો હતો.તો બીજીતરફ આ બધું જોવાની જવાબદારી કલેકટર, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓની છે. મેં સૂચના આપેલી છે કે જવાબદારો સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે. જ્યારે મારી ઓચિંતી મુલાકાત થી કચેરીના અન્ય કર્મચારીઓ પણ ભાગી ગયા હતા. જ્યારે એક માત્ર મહિલા સરકારી કર્મચારી તેમના ટેબલ પર બેસી કામકાજ કરી રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat મહેસૂલ મંત્રીએ લીધી ‘સરપ્રાઈઝ વિઝીટ’; ગાંધીનગર મહેસૂલ કચેરીમાં સર્કલ ઓફિસરનું કામ કરતો...