Face Of Nation, 25-10-2021: સીએનજીમાં થઇ રહેલા સતત ભાવવધારાને પગલે હવે આજથી રિક્ષાચાલકોને મિનિમમ ભાડા પેટે ૧૫ને સ્થાને ૨૦ રૃપિયા ચૂકવવા પડશે. જોકે, આ ભાવવધારાને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી અપાઇ નથી. ઓટો રિક્ષા ભાડા સુધારા-વધારા માટે સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવતા રિક્ષાચાલકોએ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
સીએનજીમાં થઇ રહેલા ભાવવધારાને પગલે રિક્ષાચાલકો ભાડા વધારાની માંગણી કરી રહ્યાં છે. આ મામલે સરકાર દ્વારા હજુ સુધી કોઇ નિર્ણય નહીં લેવામાં આવ્યો હોવાથી રિક્ષાચાલક એસોસિયેશને નવું ભાડાપત્રક તૈયાર કરી દીધું છે. સરકાર દ્વારા રવિવારે મોડી સાંજ સુધી કોઇ નિર્ણય નહીં લેવામાં આવતા રિક્ષાચાલકો પોતાની રીતે તૈયાર કરેલા નવા ભાડાપત્રકનો અમલ શરૃ કરી દેશે. નવા ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૃપિયા ૧૫થી વધારીને રૃપિયા ૨૦ કરવામાં આવ્યું છે. આ પછી પ્રતિ કિલોમીટરનું ભાડું રૃપિયા ૧૦થી વધારીને રૃપિયા ૧૫ કરવામાં આવ્યું છે.
ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઇવર ફેડરેશન દ્વારા આ મામલે આવતીકાલે વહિવટી તંત્ર સાથે બેઠક થવાની છે. બીજી તરફ ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશન-અમદાવાદે જણાવ્યું છે કે, ‘રેટ કમિટિના નિયમ પ્રમાણે દર વર્ષે દર વર્ષે એપ્રિલ-મે દરમિયાન વધેલા સીએનજીના ભાવ અને વધેલી મોંધવારી પ્રમાણે ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવાનો હોય છે. જોકે, છેલ્લા ચાર વર્ષથી આ મામલે કોઇ નિર્ણય લેવાયો નથી. જેના કારણે હાલ રિક્ષાચાલકોની હાલત કફોડી થઇ ગઇ છે. નવું રેટ કાર્ડ લાવવા, મુસાફરોનો વેઇટિંગ ચાર્જ પ્રતિ ૫ મિનિટે રૃપિયા ૧થી વધારીને રૃપિયા ૫ કરવા પણ અમારી માંગ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)