Home Gujarat વિધાનસભા સત્ર : ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં સિંગતેલના 15 લિટરના ભાવમાં 794...

વિધાનસભા સત્ર : ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં સિંગતેલના 15 લિટરના ભાવમાં 794 રૂ. નો વધારો

Face Of Nation 07-03-2022 : રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સીંગતેલના 15 લીટરના ભાવમાં 794 રૂ. નો વધારો થયો છે. વિધાનસભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલમાં સરકારે લેખિત આંકડા રજૂ કર્યા હતા જે મુજબ છૂટક સીંગતેલના ભાવમાં 1 લીટર એ 57 રૂ. નો વધારો થયો છે જ્યારે સીંગતેલના 15 લીટર ના ભાવમાં 794 રૂ. નો વધારો થયો છે. કપાસિયા તેલના 1 લિટરના ભાવમાં 65 રૂ. નો વધારો અને કપાસિયા તેલના 15 લીટર ના ભાવમાં 930 રૂ. નો વધારો થયો છે. કોવિડ સમયગાળામાં મજૂરોની અછત, કાચા માલની ખરીદી, માલ પરિવહનની મુશ્કેલી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારાના કારણે આ ભાવ વધારો થયાનો જવાબ સરકારે રજૂ કર્યો છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેનશન રદ કરાયું
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેનશન રદ કરવામાં આવ્યું છે. દંડક પંકજ દેસાઈએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. ગૃહમાં આ પ્રસ્તાવ સર્વાનુમતે પારિત કરાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).