Home News રિયાએ જ સુશાંતને આપ્યું હતું ‘ડ્રગ્સ’: NCBની ચાર્જશીટમાં રિયા, તેનો ભાઈ શોવિક...

રિયાએ જ સુશાંતને આપ્યું હતું ‘ડ્રગ્સ’: NCBની ચાર્જશીટમાં રિયા, તેનો ભાઈ શોવિક આરોપી; જો દોષિત સાબિત થયાં તો 10 વર્ષની જેલ!

Face Of Nation 13-07-2022 : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 2 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. આમ છતાં પણ રિયા ચક્રવતીની મુશ્કેલી ઓછું થવાની નામ જ નથી લેતી. રિયા હજુ પણ નાર્કોટિકલ કંટ્રોલ બ્યૂરો (NCB)ના રડારમાં છે. રિયા ચક્રવર્તી પર એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાનો અને પૈસા આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં 35 આરોપી સામે હાઈ સોસાયટી અને બોલિવૂડના લોકો પર ડ્રગ્સ સપ્લાય કરવા સહિત 38 આરોપ લગાવવામાં આવ્યા છે. આ કેસ મામલે 27 જુલાઈએ વિશેષ અદાલતમાં સુનાવણી થશે. જો રિયા દોષી સાબિત થશે તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.
ધારા 28 અને 29 અંર્તગત કેસ ફાઇલ કરાવ્યો
12મી જુલાઈના રોજ જે સુનાવણી થઇ હારી તેમાં રિયાના કેસમાં એક મોટો ખુલાસો થયો હતો કે, રિયા ચક્રવતી, શૌવિક સહીત કેસના બીજા બધા આરોપીએ એક બીજા સાથે મળીને વર્ષ 2020ના માર્ચ મહિનાથી કરીને ડિસેમ્બર સુધી આ અપરાધીક ષડયંત્ર રચ્યો હતો. જેથી એ લોકો બૉલીવુડ અને હાઇ સોસાયટીમાં ડ્રગ્સના વિતરણ સાથે તેનું ખરીદી અને વેચાણ પણ કરી શકે. રિયા ચક્રવતી અને તેના ભાઈ શૌવિક ચક્રવતીએ મુંબઈમાં ફક્ત ડ્રગની તસ્કરી જ નહીં પણ ફંડિંગ અને ગાંજો, ચરસ, કોકીન જેવાં નશીલી પદાર્થનો ઉપયોગ કરતા હતા અને તેમનાં પર ધારા 27 અને 27 એ લગાવવામાં અવી છે. આ સાથે જ ધારા 28 અને 29 અંર્તગત કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).