Face Of Nation 15-05-2022 : કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિત કેટલાક સીનિયર્સ ખેલાડીઓને જુલાઈમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર નજર રાખીને દક્ષિણ આફ્રિકા સામેની આગામી પાંચ મેચની ટી-ટ્વેન્ટી મેચ સિરીઝ માટે આરામ આપવામાં આવશે. આ સાથે જ નેશનલ સિલેક્શન કમિટી જસપ્રીત બુમરાહ અને ઋષભ પંતને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં આરામ આપશે. તો બીજીતરફ સાઉથ આફ્રિકા સામેની T20 મેચ 9મી જૂનથી દિલ્હીમાં શરૂ થશે અને બાકીની મેચો કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગલુરુમાં યોજાશે.
હાર્દિક-શિખરમાંથી કોઈ એક બનશે કેપ્ટન
એવું માનવામાં આવે છે કે અનુભવી ઓપનર શિખર ધવન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યામાંથી એકને કેપ્ટન તરીકે તક આપવામાં આવી શકે છે. જ્યારે સુકાનીપદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક સૂત્રએ કહ્યું, સિલેક્ટર્સ પાસે એક વિકલ્પ છે – શિખર ધવન, કારણ કે તેણે ગયા વર્ષે શ્રીલંકા સિરીઝ દરમિયાન વિરાટ, રોહિત અને રાહુલની ગેરહાજરીમાં ભારતનું સુકાન સંભાળ્યું હતું.
વિરાટ કોહલીને પણ ખૂબ જ જરૂરી બ્રેક અપાશે
મુંબઈમાં IPLની લીગ મેચના અંતિમ દિવસે 22મી મેના રોજ દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ટીમની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. PTIએ પહેલાથી જ અહેવાલ આપ્યો છે કે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને પણ ખૂબ જ જરૂરી બ્રેક આપવામાં આવશે પરંતુ તે સમજી શકાય છે કે, જુલાઈની શરૂઆતમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ પસંદગીકારો તેમજ BCCI માટે ખૂબ મહત્વનો છે.
ખેલાડીઓને સાડા 3 સપ્તાહનો સંપૂર્ણ આરામ
ભારતના તમામ સીનિયર્સ ખેલાડીઓને ઓછામાં ઓછા સાડા ત્રણ અઠવાડિયાનો સંપૂર્ણ આરામ મળશે. રોહિત, વિરાટ, કેએલ, ઋષભ અને જસપ્રિત બધા સફેદ બોલ ક્રિકેટ પછી ‘પાંચમી ટેસ્ટ’ માટે સીધા ઇંગ્લેન્ડ જશે. તમામ સિનિયર ઓલ-ફોર્મેટ ખેલાડીઓ વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે આગામી સાત T20 ઇન્ટરનેશનલનો ભાગ નહીં હોય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).