Face Of Nation 15-05-2022 : IPL 2022ની 63મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 24 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. આ પરિણામ સાથે જ રાજસ્થાનની પ્લે-ઓફમાં પહોંચવાની સંભાવના ઘણી પ્રબળ બની ગઈ છે. તેના 13 મેચમાં 16 પોઈન્ટ છે. જ્યારે લખનઉના પણ 13 મેચમાં 16 પોઈન્ટ છે. તેવામાં શાનદાર રન રેટના કારણે RR હવે પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગયું છે.
દીપક હુડ્ડાએ સૌથી વધુ 59 રન કર્યા
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન કર્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 41 રન કર્યા હતા. જેના જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 154 રન જ કરી શકી અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન દીપક હુડ્ડાએ સૌથી વધુ 59 રન કર્યા હતા. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મેક્કોયે 2-2 વિકેટ લીધી હતી. વળી બોલ્ટે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું અને 9 બોલમાં 17 રન કર્યા હતા.
દેવદત્ત પડ્ડિકલની વિસ્ફોટક બેટિંગ કરી
દેવદત્ત પડ્ડિકલે 18 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 39 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેની બેટિંગ જોતા લાગ્યું હતું કે જો સ્લોગ ઓવર્સ સુધી તે રમી ગયો તો રાજસ્થાનનો સ્કોર 200 રનને પાર પણ પહોંચી શકે છે. તેવામાં લખનઉના રવિ બિશ્નોઈએ ફુલર બોલ પર પડ્ડિકલને ડિપ મિડવિકેટ પર કેચઆઉટ કરાવ્યો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સના બોલરનો તરખાટ
લખનઉ સુપર જાયન્ટ્સે પહેલી પાંચ ઓવરમાં ધારદાર બોલિંગ કરી હતી. જેમાં સૌથી પહેલા આવેશ ખાને RRના વિસ્ફોટક બેટર જોસ બટલરને ક્લીન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કરી દીધો હતો. તે 6 બોલમાં માત્ર 2 રન જ કરી શક્યો હતો. ત્યારપછી સંજુ સેમસન સારી લયમાં જોવા મળ્યો હતો તેણે 24 બોલમાં 6 ચોગ્ગા ફટકારી 32 રન પણ કર્યા હતા. તેવામાં જેસન હોલ્ડરે તેની વિકેટ લઈને લખનઉને ગેમમાં મજબૂત પકડ બનાવવા મદદ કરી હતી.
પાવરપ્લે સુધી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50ને પાર
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન ટીમે ત્રીજી ઓવરમાં જ જોસ બટલરની વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી પાંચ ઓવરની વાત કરીએ તો રાજસ્થાને 1 વિકેટ ગુમાવીને માત્ર 30 રન જ કર્યા હતા. પરંતુ પાવરપ્લેની છેલ્લી એટલે કે છઠ્ઠી ઓવરમાં નો બોલ, ફ્રી હીટ તથા ચોગ્ગા-છગ્ગા વરસાવી ટીમનો સ્કોર 51/1 પહોંચી ગયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).