Face Of Nation 26-11-2021: આરએસએસ ચીફ મોહન ભાગવતે એકવાર ફરીથી દેશના ભાગલાનો મુદ્દો ઉઠાવ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે દેશના ભાગલા ક્યારેય ન મટનારી વેદના છે અને તે ત્યારે જ દૂર થઈ શકે જ્યારે ભાગલા ખતમ થાય. RSS પ્રમુખ મોહન ભાગવતે પુસ્તકના લોકાર્પણ સમારોહમાં કહ્યું કે દેશના ભાગલા કોઈ રાજકીય વિષય નથી તે આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે. દેશના વિભાજન માટે તત્કાલિન પરિસ્થિતિઓ કરતા વધુ બ્રિટિશ સરકાર અને ઈસ્લામી આક્રમણ જવાબદાર હતા.
‘વિભાજનકાલીન ભારત કે સાક્ષી’ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ‘વિચારવા જેવો વિષય છે કે મારો જન્મ ભાગલા બાદ થયો એ પણ મને 10 વર્ષ બાદ સમજમાં આવ્યું, ત્યારબાદ મને ઊંઘ નથી આવી.’ તેમણે કહ્યું કે લોકોએ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યા, તે માતૃભૂમિનું વિભાજન થયું. ભાગવતે કહ્યું કે આ કોઈ રાજનીતિનો વિષય નથી તે આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે કારણ કે મારું અસ્તિત્વ ભારતના અસ્તિત્વ સાથે છે. જે ખંડિત થયું તેને ફરીથી અખંડિત બનાવવું પડશે.
આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારતના વિભાજનમાં સૌથી પહેલી બલિ માનવતાની ચડી. એક વાત સ્પષ્ટ છે કે ભાગલા યોગ્ય ઉપાય નહતો. ભાગલા તે સમયની વર્તમાન પરિસ્થિતિ કરતા વધુ ઈસ્લામ અને બ્રિટનના આક્રમણનું પરિણામ છે. ઈસ્લામના આક્રમણ પર ગુરુ નાનકજીએ સાવધ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ આક્રમણ હિન્દુસ્તાન અને હિન્દુ સમાજ પર છે. જે દિવસથી આક્રમણકારીનું પહેલું ડગલું અંદર આવ્યું ત્યારબાદ સંઘર્ષ શરૂ થયો. આ સંઘર્ષ હજુ સમાપ્ત થયો નથી કારણ કે ભારતમાં નારા લાગે છે કે ‘ભારત તેરે ટુકડે હોંગે.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)