Face Of Nation 24-02-2022 : બુધવારે રાત્રે UN જનરલ એસેમ્બલીની બેઠક સમયે અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો રશિયાએ યુક્રેનમાં ઘુસણખોરી કરી તો તેનું પરિણામ ભયાનક આવશે. UNમાં અમેરિકાના રાજદૂત લિંડા થોમસે કહ્યું- જો રશિયા તેનો માર્ગ નહીં બદલે અને યુક્રેનમાં ઘુસણખોરી કરશે તો ત્યાં 50 લાખ લોકો બેઘર થઈ જશે. વિશ્વ સમક્ષ એક વિશાળકાય શરણાર્થી સંકટ ઉભુ થશે. આ સંકટ એટલું વિશાળ હશે કે જેનો આ અગાઉ ઈતિહાસમાં આપણે ક્યારેય સામનો કર્યો નહીં હોય.
બીજીબાજુ રશિયા યુક્રેન વિવાદ વચ્ચે રશિયાએ કીવથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાની જાહેરાત કરવા સાથે જ તેના દૂતાવાસને ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને જેને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કર્યાં હતા તે યુક્રેનના પૂર્વ વિસ્તાર સાથે રશિયાએ પોતાના રાજકીય સંબંધની પણ શરૂઆત કરી દીધા છે. રશિયાના આ પગલા બાદ યુરોપિયન યુનિયન, બ્રિટન તથા અમેરિકા સતત સક્રિય બની ગયા છે. આ ઉપરાંત રશિયા વિરુદ્ધ રણનીતિ નક્કી કરવા માટે યુરોપિયન યુનિયન (EU)ની ગુરુવારે ખૂબ જ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.
બ્રિટન અને અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની પણ જાહેરાત કરી દીધી છે.બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની મહત્વની બેઠક પણ શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં બન્ને દેશ વચ્ચે પ્રવર્તિ રહેલી સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી છે. રશિયા દ્વારા જે પગલાં ભરવામાં આવ્યા છે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).