Home Gujarat ગેરમાર્ગે : ધો.10-12નું પરિણામ આવતીકાલે જાહેર થવાની “અફવા”, બોર્ડ દ્વારા “FAKE” પરિપત્ર...

ગેરમાર્ગે : ધો.10-12નું પરિણામ આવતીકાલે જાહેર થવાની “અફવા”, બોર્ડ દ્વારા “FAKE” પરિપત્ર વાઈરલ કરનાર સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ!

Face Of Nation 16-05-2022 : કોરોનાકાળ બાદ લગભગ બે વર્ષ બાદ લેવાયેલી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 10 વાગ્યે જાહેર થવાના સમાચાર સોશિયલ મીડિયા સહિત અમુક માધ્યમોમાં વહેતા થયા હતા. જોકે તપાસ કરતા આ પરિપત્ર ફેક હોવાનું જાણવા મળ્યું હતું. શિક્ષણ બોર્ડના સચિવના જણાવ્યા મુજબ, આ સમાચાર ખોટા છે. બોર્ડનું પરિણામ આવતીકાલે જાહેર નથી થવાનું. કોઈક ઇસમ દ્વારા શાળા અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા આ પરિપત્ર વાઈરલ કરાતા હવે બોર્ડે પોલીસ ફરિયાદ કરી છે. આ સાથે બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને વાયરલ પરિપત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. તો બીજીતરફ સોશિયલ મીડિયામાં ફેક પરિપત્ર વાઈરલ થવાની સાથે એક ફેક વીડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં પણ આવતીકાલે 17મી તારીખે સવારે 10 વાગ્યે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હોવાનું જણાવાઈ રહ્યું હતું.
શિક્ષણ બોર્ડના સચિવે પરિણામની વાતને અફવા ગણાવી
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ પટેલે જણાવ્યું હતું કે, આ ખોટા સમાચાર છે. આવતીકાલે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું નથી. હજુ પરિણામ માટે બોર્ડ દ્વારા તૈયારી ચાલુ છે. આ પ્રકારના કોઈપણ મેસેજ પર વિશ્વાસ રાખો નહીં. જ્યારે પરિણામ જાહેર થવાનું હશે તે અગાઉ ગુજરાત બોર્ડ દ્વારા જાણ કરવામાં આવશે. તો બીજીતરફ 4 દિવસ અગાઉ જ ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે શિક્ષણમંત્રી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું.
ધો.10 બોર્ડમાં 9.6 લાખ પરીક્ષાર્થીઓ હતા
રાજ્યભરમાં 28 માર્ચથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14 લાખથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9.06 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 140 કેન્દ્રો પર 96 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).