Home Gujarat પરીક્ષાર્થીઓ માટે દોડાવશે વિશેષ ટ્રેનો; NTPCના દ્વિતીય ચરણની પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેનની...

પરીક્ષાર્થીઓ માટે દોડાવશે વિશેષ ટ્રેનો; NTPCના દ્વિતીય ચરણની પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેનની સુવિધા, આરક્ષણ કેન્દ્રો IRCTCની વેબસાઇટ પર થશે શરૂ!

Face Of Nation 05-05-2022 : પશ્ચિમ રેલવે દ્વારા નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) દ્રિતીય ચરણની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બીજીતરફ ટ્રેન નંબર 09420 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર, 8 મે, 2022 ના રોજ વેરાવળથી 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ સોમવાર, 9 મે, 2022 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે વેરાવળ પહોંચશે.
યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ
આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ રહેશે.ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6 મે, 2022થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ સિવાય તમામ કોચ સંપૂર્ણપણે આરક્ષિત રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).