Face Of Nation, 23-09-2021 : ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા નિષ્ફ્ળ મુખ્યમંત્રી રૂપાણીને ભાજપે અલવિદા કહી દીધી છે અને તેમના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ કરી છે. જો કે ભુપેન્દ્ર પટેલના આવતાની સાથે જ રૂપાણીએ લીધેલા નકામા નિર્ણયો રદ્દ કરવામાં આવી રહ્યા છે. રૂપાણી સરકારે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ૧લી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ સ્થાપેલા રાજ્ય યુવક બોર્ડમાં માનદ વેતનથી નિયુક્ત કરેલા ૭૫૨ સંયોજકોને ભાજપની નવી સરકારે છુટા કર્યા છે. સરકારી યોજનાઓના પ્રચાર-પ્રચારનું કામ કરતા સંયોજકોને યુવક બોર્ડ મારફતે છેલ્લા અઢી વર્ષમાં રૂ.૩૩ કરોડથી વધુનો પગાર ચૂકવાયો છે. સરકાર બદલાયા બાદ હવે આ બોર્ડમાં નવા સંયોજક તરીકે ભાજપના કાર્યકરોનું ફરીથી આઉટર્સોિંસગ થશે.
છેલ્લા દોઢ વર્ષથી કોરોના છે. સરકારે સ્વયં અનેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધો મુક્યા છે. આ સંજોગોમાં છેલ્લે જાન્યુઆરી-૨૦૨૧માં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગે યુવક બોર્ડની મુદત વધારી હતી. તે સમયે નાયબ સચિવ એમ.એચ.ખુમારની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં યુવક બોર્ડનો માસિક વહિવટી પગાર ખર્ચ રૃપિયા એક કરોડ દસ લાખ જેટલો થાય છે. તેમાં ઘટાડો કરવો જોઈએ. સક્ષમ અધિકારી તેનો રિવ્યુ કરે તેવી નોંધ પણ મુકી હતી. તેમ છતાંયે આ બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું અને ભાજપના યુવાન કાર્યકરો, નેતાઓને નાગરિકોના ટેક્સમાંથી મહિને રૃ.૨૫,૦૦૦થી લઈને રૃ.૧૨,૦૦૦ જેટલું તગડું વેતન ચૂકવાતુ રહ્યું.
સરકારી કાગળ ઉપર રાજ્ય યુવક બોર્ડની સ્થાપના વિવિધ વિભાગો દ્વારા પ્રજા કલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમો, યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકોને મળી રહે તેના માટે કામગીરી કરવા કર્યાનું કહેવાય છે. હકિકતમાં આ બોર્ડમાં સંયોજક તરીકે ભાજપના જ યુવા કાર્યકરો, નેતાઓને નિયુક્ત કરીને અપ્રત્યક્ષપણે ચૂંટણી પ્રચાર જેવા કામો કરાવાય છે. ડિસેમ્બર-૨૦૧૭ની ચૂંટણીના ૧૧ મહિના અગાઉ આ પ્રકારે બોર્ડની રચના થઈ હતી. જેમાંથી અત્યારે ૭૫૨ સંયોજકોને છુટા કરાયા છે. ભાજપની નવી સરકાર આ બોર્ડમાં હવે ૧૩ મહિના પછી આવી રહેલી ડિસેમ્બર- ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી માટે નવા સંયોજકો નિમશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)