Home Religion ગુજરાતમાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું; ગાંધીધામમાં કન્ટેન્ટરમાંથી કરોડો રૂપિયાનું ઝડપાયું ડ્રગ્સ, કન્ટેનર...

ગુજરાતમાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું; ગાંધીધામમાં કન્ટેન્ટરમાંથી કરોડો રૂપિયાનું ઝડપાયું ડ્રગ્સ, કન્ટેનર અફઘાનિસ્તાનથી આવ્યું હોવાની શંકા?

Face Of Nation 21-04-2022 : કચ્છના બહુ ચર્ચિત મુન્દ્રા ડ્રગ્સ કાંડની ગુંજ હજુ ભુલાઈ નથી, ત્યાં હવે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસ કાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ લવાયેલા આ જથ્થાની સાબિતી મેળવાઇ ચુકી છે અને વધુ જથ્થાની આશંકાના પગલે વધુ તપાસ ચાલી રહ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ડ્રગ્સ મામલે એટીએસ DIG દીપન ભદ્રને સમર્થન આપ્યું હતું. પરંતુ કુલ કેટલા કિલોગ્રામ જથ્થો છે અને કેટલી કિંમતનો છે તેની તપાસ હજુ ચાલુ છે.
કન્ટેનર અફઘાનિસ્તાનથી આવ્યું હોવાની વાત સામે આવી
આ ડ્રગ્સનું કન્ટેનર અફઘાનિસ્તાનથી આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. અલબત્ત ટોક ઓફ ધી ટાઉન બનેલા આ ડ્રગ્સ મામલે વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની ધારણા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર મામલે કંડલા પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દદલાણીએ જણાવ્યું હતું કે કંડલા પોર્ટ પરથી કોઈજ ડ્રગ પકડાયું નથી.
ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ
ભારતથી સામાન એક્સપોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકિંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).