Home Uncategorized આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઓમિક્રોનને લઇ પ્રતિક્રિયા, રાજ્ય સરકાર સતર્ક

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઓમિક્રોનને લઇ પ્રતિક્રિયા, રાજ્ય સરકાર સતર્ક

Face of Nation 05-12-2021:  સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટ બાદ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જામનગર ખાતે ઓમિક્રોનનો ગુજરાતનો પ્રથમ કેસ મળ્યો છે. આ સાથે જ IIT કાનપુરના પ્રોફેસર મનિંદર અગ્રવાલે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સૌથી મોટી ચેતવણી કરી છે. ત્યારે ફરી આ મહામારીનો ડર છવાયો છે. આવામાં ગુજરાત સરકાર લડવા માટે કેટલી તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર સતર્ક છે. ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે. કુલ 87959 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં ટેસ્ટીંગની વ્યવસ્થા માટે તેમણે કહ્યું કે, શંકાસ્પદ કેસોના કિસ્સામાં પ્લેનમાં તેમની સાથે આવેલા એટલે કે સીટની આગળની ૩ લાઈન અને પાછળની ૩ લાઈનમાં બેઠેલા મુસાફરોના ટેસ્ટ કરાશે. અન્ય શંકાસ્પદ કેસ હાઈરિસ્ક દેશોમાંથી આવ્યા છે. પરંતુ ઓમિક્રોન વધે તો તેની સામે લડવા માટે ગુજરાત સરકાર તૈયાર છે. વધુ પ્રમાણમાં હજુ ટેસ્ટીંગ થાય તેની સૂચના અપાઈ છે. દરેક કોર્પોરેશન સ્તરે અને જીલ્લા સ્તરે પણ સૂચનાઓ અપાઈ છે. અન્ય લોકોની જેમ તેમને પણ નિયમોનું પાલન કરાવાશે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ ઉપલબ્ધ છે. 6298 ICU બેડ, 48744 ઓક્સિજન બેડ, 19763 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે 597 વેન્ટીલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડની વ્યવસ્થા ઉભી છે. રેમડેસિવીરનો 334973 સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે. રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં હજુ પણ 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ 40,31,455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે.

સાથે જ પ્રજાની બેદરકારી અંગે પણ આરોગ્ય મંત્રીએ કહ્યું કે, સરકારની સાથે-સાથે પ્રજાની જવાબદારી પણ છે. કેસ ઘટયા તેમ વલણ ઢીલું કરાયું છે. ૩૦ નવેમ્બરના રોજ નિયમો એવા જ રાખવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિ એવી દેખાતી નથી. જે દેશમાં કેસ નોંધાયા છે ત્યાં મૃત્યુ થયું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)