Home Uncategorized રશિયામાં છેલ્લાં 2 સપ્તાહમાં દૂધના ભાવ ડબલ થયા; ખાદ્ય ચીજોના ભાવમાં 45%નો...

રશિયામાં છેલ્લાં 2 સપ્તાહમાં દૂધના ભાવ ડબલ થયા; ખાદ્ય ચીજોના ભાવમાં 45%નો વધારો

Face Of Nation 16-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની કિંમત માત્ર યુક્રેનના લોકો જ નહીં પરંતુ રશિયાના લોકો પણ ચૂકવી રહ્યા છે. ભલે રશિયામાં બોમ્બમારાના હુમલા થઈ રહ્યા નથી, પરંતુ મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. રશિયામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 45% સુધીનો વધારો થયો છે. એટલું જ નહીં, ટેલિકોમ, મેડિકલ, ઓટોમોબાઈલ, એગ્રીકલ્ચર અને ઈલેક્ટ્રીકલ ઉત્પાદનોની કિંમતોમાં પણ ઝડપથી વધારો થયો છે.તો બીજીતરફ રશિયામાં છેલ્લા બે સપ્તાહમાં દૂધના ભાવ બમણા થઈ ગયા છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણા મોલ અને દુકાનોમાં તો લોકોના સામાનોની ખરીદી પર પણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. તે સ્પષ્ટ છે કે જો યુદ્ધ બંધ ન થયું અને રશિયા પર આ જ રીતે પ્રતિબંધો લાદવામાં આવ્યા તો આવનારા સમયમાં તે ભૂખમરાના કગાર પર જઈ શકે છે.
રશિયામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 45%નો વધારો
યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા સહિત યુરોપિયન યુનિયનના ઘણા દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. આને કારણે, રશિયન ચલણ રૂબલનું મૂલ્ય ડોલર સામે 30% ઘટ્યું છે. આવી સ્થિતિમાં રશિયામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 45%નો વધારો થયો છે. બીબીસીના અહેવાલ મુજબ, અગાઉ જે ગ્રોસરીનો સામાન રૂ. 3,500માં મળતો હતો તે હવે રૂ. 5,100માં મળી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).