Home World ‘જીદ’ ભારે પડશે; રશિયા પર 5 લાખ કરોડનું દેવું; રશિયન સરકાર દ્વારા...

‘જીદ’ ભારે પડશે; રશિયા પર 5 લાખ કરોડનું દેવું; રશિયન સરકાર દ્વારા બંધ કરાયેલી ચેનલોનો સ્ટાફ છોડી રહ્યું છે રશિયા, તૂર્કીમાં લઈ રહ્યા છે આશરો!

Face Of Nation 19-04-2022 : રશિયા વિદેશી દેવું ન ચૂકવવાની અપ્રિય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. બોલ્શેવિક ક્રાંતિના લગભગ 100 વર્ષ પછી પ્રથમ વખત આમ થવાનું જોખમ છે. તેની સાથે જ રશિયન બોન્ડ લેનારા લોકોને લાંબા સમય સુધી કાયદાકીય લડાઈમાં ફસાવું પડશે. યુક્રેન પર હુમલા પછી અમેરિકા અને પશ્ચિમના દેશોના આર્થિક પ્રતિબંધોને કારણે રશિયાનો રૂ.48 લાખ કરોડનો વિદેશી મુદ્રા ભંડારનો અડધો હિસ્સો નિષ્ક્રિય થઈ ગયો છે. જેના કારણે ડોલરોમાં બોન્ડની ચૂકવણી કરવાની ક્ષમતા પર અસર થશે. રશિયાએ ડિફોલ્ટ માટે કમર કસતા સ્થિતિને પ્રતિબંધોનું બનાવટી પરિણામ જણાવી છે. તેણે આ મુદ્દે અદાલતમાં જવાની ધમકી આપી છે.
રશિયા પર રૂ.5.72 લાખ કરોડનું વિદેશી દેવું
રશિયા અને દુનિયાના મોટા રોકાણકારો વચ્ચે થનારી કાનૂની લડાઈમાં એ નિર્ણય કોણ લેશે કે પ્રતિબંધના કારણે કોઈ દેશ પોતાનું દેવું ચૂકવી શકતું નથી. રશિયા પર રૂ.5.72 લાખ કરોડનું વિદેશી દેવું છે. પેટ્રોલ, ગેસ દ્વારા તેની વાર્ષિક આવક રૂ. 15.26 લાખ કરોડ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, ડિફોલ્ટથી આર્થિક સ્થિતિ અસ્થિર થવાનું જોખમ નથી. તેમ છતાં રશિયા ડિફોલ્ડની જાહેરાતને હળવાશથી લેશે નહીં. જો આમ થયું તો આગામી વર્ષોમાં રશિયાને ઊંચા વ્યાજે લોન મળશે. આંતરરાષ્ટ્રીય મૂડી બજારમાંથી તેના બહાર થઈ જવાનું જોખમ છે.
ગયા સપ્તાહે મૂડીએ ચેતવણી ઉચ્ચારી
જ્યોર્જિયા યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર અને દેવા વિશેષજ્ઞ ટીમ સેમ્પલ્સ કહે છે, અનેક ઘટનાઓ ડિફોલ્ટ તરફ ઈશારો કરે છે. મોટી ક્રેડિટ એજન્સીઓ પહેલાથી જ સંકેત આપી ચૂકી છે. ગયા સપ્તાહે મૂડીએ ચેતવણી ઉચ્ચારી છે કે, જો રશિયા 4 મેના રોજ 30 દિવસનો ગ્રેસ સમયગાળો સમાપ્ત થતાં ડોલરમાં ચૂકવણી કરતું નથી તો ચોથી એપ્રિલના રોજ તેના દ્વારા રૂબલમાં કરાયેલી લગભગ રૂ.5 હજાર કરોડની ચૂકવણીને ડિફોલ્ટ મનાશે. આ સપ્તાહે એસએન્ડપી ગ્લોબલે રશિયાને સિલેક્ટિવ ડિફોલ્ટ રેટિંગમાં મુક્યું છે.
રશિયા સરકારી ખાતાના પૈસાનો ઉપયોગ કરતું નથી
રશિયા જો રાહતના સમયગાળા દરમિયાન ચૂકવણી કરી શકતું નથી તો રેટિંગ એજન્સીઓ તેનું મૂલ્યાંકન કેવી રીતે કરશે તે સ્પષ્ટ નથી. કેમકે યુરોપિયન યુનિયનના પ્રતિબંધોએ એજન્સીઓના રશિયાના રેટિંગ પર પ્રતિબંધ મૂકેલો છે. જો રશિયા સરકારી ખાતાના પૈસાનો ઉપયોગ કરતું નથી તો તે હજુ પણ દેવું ચૂકવી શકે છે. અમેરિકાની આર્થિક સંસ્થાઓએ રશિયાના સરકારી ખાતાઓ પર પ્રતિબંધ મૂકેલો છે. વિદેશી મુદ્રા બોન્ડના ચુકવણનો રાહતનો સમય 4 મેના રોજ સમાપ્ત થયા પછી આગામી મુખ્ય તારીખ 25 મે રહેશે.
રશિયામાં ટેલિગ્રામ એપના 44 લાખ ડાઉનલોડ થયા
રશિયન સરકાર દ્વારા સ્વતંત્ર ન્યૂઝ મીડિયાને ચૂપ કરાવવા માટે ટ્વિટર, ફેસબુક,ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકાયા પછી ટેલિગ્રામ એપ હવે સરકારના વિરોધનો સૌથી મોટો સ્રોત બની ગઈ છે. યુદ્ધ પછી રશિયામાં ટેલિગ્રામ એપના 44 લાખ ડાઉનલોડ થયા છે. બંધ કરાયેલી ખાનગી ટીવી ચેનલના રિપોર્ટર રશિયામાં ટેલિગ્રામ એકલું પ્લેટફોર્મ છે જ્યાં લોકો ખુલ્લા દિલે પોતાનો અભિપ્રાય અને સમાચાર મોકલી શકે છે. ખાનગી રેડિયો સ્ટેશન – ઈકો ઓફ મોસ્કોને પણ બંધ કરી દેવાયું છે. રશિયન ન્યૂઝ સાઈટ મેદુજા પર પ્રતિબંધ પછી ટેલિગ્રામના ગ્રાહકોની સંખ્યા બમણાથી વધી 12 લાખ થઈ છે. આ સાથે જ રશિયન સરકારની તાસ અને આરઆઈએ ન્યૂઝ જેવી મીડિયા એજન્સીઓ પણ પોતાનાં સમાચાર ટેલિગ્રામ પર આપે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).