Home Uncategorized સમગ્ર વિશ્વના દેશો વિરુદ્ધમાં જઈ રહ્યા છે ત્યારે વૈશ્વિક નેતા બનવા મોદીનો...

સમગ્ર વિશ્વના દેશો વિરુદ્ધમાં જઈ રહ્યા છે ત્યારે વૈશ્વિક નેતા બનવા મોદીનો રશિયા સપોર્ટ ભારતને નુકશાન કરાવશે

Face Of Nation 06-03-2022 : હાલ સમગ્ર વિશ્વમાં રશિયા અને યુક્રેનનો યુદ્ધનો મુદ્દો મહત્વનો ચર્ચાસ્પદ છે. વિશ્વના મોટાભાગના તમામ દેશો આ યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ કરી રહ્યા છે અને રશિયાનો વિરોધ કરી રહ્યા છે. જો કે ભારત જેવા કેટલાક દેશો કે જે રશિયાને સપોર્ટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાને સપોર્ટ કર્યો છે. મોદીએ અત્યાર સુધી બે વાર રશિયન પ્રમુખ સાથે વાતચીત કરીને તેમને બળ આપ્યું છે સાથે જ યુએનમાં રશિયા વિરુદ્ધના મતદાન નહીં કરીને સીધો સપોર્ટ કરી દીધો છે જેને લઈને સમગ્ર વિશ્વમાં ભારતના અન્ય દેશો સાથેના સંબંધોને નુકશાન થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
અમેરિકામાં યોજાયેલી ચૂંટણી દરમ્યાન મોદીએ ખુલ્લેઆમ ટ્રમ્પનો પ્રચાર કરીને તેને સપોર્ટ કર્યો હતો. જો કે ટ્રમ્પની હાર થતા મોદીનો સહયોગ વ્યર્થ સાબિત થયો હતો. કોઈ પણ દેશના નેતાએ આજદિન સુધી જાહેરમાં ક્યારેય કોઈ દેશની ચૂંટણીમાં કોઈ એક પક્ષનો સપોર્ટ કર્યો નથી કેમ કે કયો પક્ષ અને ક્યા નેતા ચૂંટણીમાં જીતશે તે કોઈને ખબર હોતી નથી તેવામાં જો કોઈ એકને સહયોગ કે સપોર્ટ કરવામાં આવે તો તે નિર્થક સાબિત થાય તેમ હોય છે તેમ છતાં મોદીએ વૈશ્વિક નેતા બનવાની લ્હાયમાં ટ્રમ્પને અબકી બાર ટ્રમ્પ સરકારનું સૂત્ર આપીને પ્રચાર કર્યો અને પરિણામે ટ્રમ્પ હારી ગયા અને મોદીનો સહયોગ વ્યર્થ સાબિત થયો. જો કે હાલ પણ મોદી એ જ ભૂલો કરી રહ્યા છે. વિશ્વના દેશો જે કાર્ય કરી રહ્યા હોય તેનાથી તદ્દન વિરુદ્ધ જઈને કાર્ય કરવું તે મોદીનો જાણે કે નિયમ છે. યુક્રેન યુદ્ધમાં હારી જશે અને રશિયા જીતી જશે તેવી સંપૂર્ણ મોદીને વિશ્વાસ હોય તેમ હાલ તેઓ રશિયાના સપોર્ટમાં છે. પરંતુ માનવતાવાદને લઈને વિશ્વના દેશો આજે યુક્રેન સાથે ઉભા છે અને ભારત કેવા કેટલાક દેશો જ રશિયાની પડખે છે. તે જોતા વિશ્વના દેશો રશિયાની પડખે રહેલા દેશો સાથે પણ સબંધો ઓછા કરવાનું વિચારી રહ્યા છે. મોદી શું સમજીને કે વિચારીને યુક્રેનને સપોર્ટ કરી રહ્યા છે તે લોકોની સમજ શક્તિની બહાર છે પણ હા ! એક વાત ચોક્કસ છે કે, મોદીને હવે વૈશ્વિક નેતા બનવાના અભરખા ચોકકસ છે જેને લઈને તેઓ તેમના સ્વભાવ પ્રમાણે લોકોથી તદ્દન જુદું જ કાર્ય કરી રહ્યા છે. રશિયા હારશે કે જીતશે તે બાબત બીજા સ્થાને છે પરંતુ રશિયાની હાર જીત બાદ પણ ભારતના સબંધો હવે અન્ય દેશો સાથે પહેલા જેવા નહીં હોય તેમ કહેવામા કોઈ બે મત નથી. વિશ્વના દેશો અત્યારે રશિયાને સપોર્ટ કરનાર દેશોને એક જ નજરે જોઈ રહ્યા છે અને તેથી જ આવનારા સમયમાં મોદીનો રશિયા સપોર્ટ ભારતને નુકશાન કરાવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).