Home Uncategorized રશિયા દ્વારા કીવ સહિત અનેક શહેરોમાં સિરીયલ વિસ્ફોટ, ફુટબૉલ વર્લ્ડકપથી રશિયાને દૂર...

રશિયા દ્વારા કીવ સહિત અનેક શહેરોમાં સિરીયલ વિસ્ફોટ, ફુટબૉલ વર્લ્ડકપથી રશિયાને દૂર કરાયું

Face Of Nation 1-3-2022 : કિવના રહેણાંક વિસ્તારોમાં રશિયા તરફથી મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ એટલો મોટો છે કે તેના પછી લોકો બંકર તરફ ભાગી રહ્યા છે. આ બ્લાસ્ટ બોવેરી અને સોલેમાંકા વિસ્તારમાં કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રે પણ રશિયાની કડક શબ્દોમાં નિંદા કરી
યૂક્રેનના તમામ શહેરો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા બાદ રશિયન સેના રાજધાની કીવને નિશાન બનાવતા, તેના પર કબજો કરવાની કોશિશમાં છે. રશિયાની આક્રમકતાના વિરોધમાં દુનિયાભરના દેશ તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ રશિયાની કડક શબ્દોમાં નિંદા કરી છે. તો એક બાદ એક રશિયા વિરૂદ્ધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ફુટબૉલ વર્લ્ડકપથી રશિયાને દૂર કરાયું. યૂક્રેન પર હુમલો કરવો ભારે પડ્યો છે.
ખાર્કિવમાં એપાર્ટમેન્ટ બ્લોક પર રશિયન ગ્રેડ મિસાઇલથી હુમલો કરાયો
તો બીજી તરફ યૂક્રેને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર રશિયાની મિસાઇલ હુમલામાં અનેક લોકોના મોત થયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. ખાર્કિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર રશિયન ગ્રેડ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો. ફેસબુક પર એક પોસ્ટ યૂક્રેનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા એન્ટોન ગેરાશચેંકોએ કહ્યું કે, ખાર્કિવ હાલમાં જ મોટા પ્રમાણમાં ગ્રેડ રોકેટ હુમલાની ઝપેટમાં આવ્યું છે. આ હુમલામાં મોટા પ્રમાણમાં લોકો માર્યા ગયા અને અનેક ઇજાગ્રસ્ત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).