Face Of Nation 24-02-2022 : રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનનાં 40 સૈનિકો જ્યારે, યુક્રેને રશિયાના 50 સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રશિયાના સૈનિકો યુક્રેનના ઘણા વિસ્તારોમાં પહોંચી ગયા છે. કિવમાં યુક્રેનનું એક ફાઈટર જેટ ક્રેશ થઈ ગયુ છે. 14 સૈનિકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. યુક્રેન-રશિયા વિવાદ મુદ્દે PM મોદીએ બેઠક બોલાવી છે. આ બેઠકમાં NSA પણ હાજર રહેશે. એક રિપોર્ટઅનુસાર આજે મોડી રાત્રે પ્રધાનમંત્રી મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાત કરશે.
આ પહેલા નવી દિલ્હીમાં યુક્રેનના રાજદૂત મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી કે તેઓ વર્લ્ડ લિડર છે અને પોતાની શક્તિનો ઉપયોગ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાત કરવા માટે કરે. અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પણ લશ્કરી અને આર્થિક હુમલાની તૈયારી કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સલા વાન ડેર લિને જણાવ્યું હતું કે રશિયાની અર્થવ્યવસ્થા નાશ પામશે. NATOએ રશિયાને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા કહ્યુ છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે NATOએ પ્રેસ કોન્ફરન્સ કરી
નાટો ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે જણાવ્યું છે કે યુક્રેનમાં નાટોના સૈનિકોને મોકલવાનો અમારો કોઈ પ્લાન નથી. હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે નાટોનો એકપણ સૈનિક યુક્રેનમાં હાલ નથી.રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે NATOએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. NATOએ રશિયાને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોમાંથી તેના તમામ દળોને પરત બોલાવવા કહ્યું છે. NATOએ વધુમાં કહ્યુ હતુ કે રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જોઈએ. વિશ્વ રશિયાના ઈરાદાઓને જોઈ રહ્યું છે, તે યુક્રેન પર તેની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.
યુદ્ધ જહાજોનો કાફલો તહેનાત
નોર્થ એટલાન્ટિક કાઉન્સિલની બેઠક બાદ, બ્રસેલ્સ (બેલ્જિયમ)માં NATO હેડક્વાર્ટર ખાતે સ્ટોલ્ટનબર્ગે મીડિયાને સંબોધતા કહ્યું હતુ કે, “અમારી પાસે ઉત્તરથી ભૂમધ્ય સમુદ્રમાં 100 થી વધુ જેટનો કાફલો અને 120 થી વધુ યુદ્ધ જહાજોનો કાફલો તહેનાત છે. અમે અમારા ગઠબંધનને હુમલાથી બચાવવા માટે જે જરૂરી હશે તે કરીશુ. સ્ટોલ્ટનબર્ગે વધુમાં કહ્યુ હતું કે, “અમે રશિયાને તેની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા અને યુક્રેન સહિત યુક્રેનની આસપાસથી તેના તમામ દળોને પાછા ખેંચવા માટે કહીએ છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).