Face Of Nation 02-03-2022 : રશિયાએ કીવમાં ટીવી ટાવર્સ અને ખાર્કિવમાં સામાન્ય લોકોને નિશાન બનાવ્યા. ખાર્કિવ એરસ્ટ્રાઈકમાં 8 લોકોનાં મોત થયા છે. કીવના ટીવી ટાવર્સ પર મિસાઈલ અટેક કર્યો છે. અહીં 5 લોકોનાં મોત નિપજ્યા છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દેમિર જેલેન્સ્કીએ EU પાર્લામેન્ટમાં ભાષણ આપ્યું. તેમને કહ્યું- અમે અમારા અસ્તિત્વ માટે યુદ્ધ લડી રહ્યાં છીએ.
જીવ બચાવવા પોતાની ગાડીઓ મૂકીને ભાગી રહ્યાં
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેનાએ મંગળવારે રાત્રે ખાર્કિવ અને કીવ વચ્ચે આવેલા ઓખ્તિરકા શહેરમાં આવેલા મિલિટ્રી બેઝ પર હુમલો કર્યો. આ હુમલામાં 70 યુક્રેની સૈનિકો માર્યા ગયા છે. તો રશિયન ફોર્સે કીવ, ખાર્કિવ અને ચેર્નિહાઈવમાં આર્ટિલરી (તોપ)થી હુમલા વધાર્યાં છે અને રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યાં છે. કીવના મુખ્ય માર્ગો પર હુમલાઓ થઈ રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે, લોકો પોતાનો જીવ બચાવવા પોતાની ગાડીઓ મૂકીને ભાગી રહ્યાં છે. આજે મોડી રાત સુધીમાં હજુ ભયાનક હુમલા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કીવની ભારતીય એમ્બેસીને બંધ કરવામાં આવી છે.
જેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન સાથે વાત કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેન્સ્કીએ સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાત કરી છે. જેલેન્સ્કીએ કહ્યું કે રશિયા વિરોધ પ્રતિબંધો અને યુક્રેનને રક્ષા સહાયતાને લઈને અમેરિકી નેતૃત્વની સાથે ચર્ચા કરી. અમારે આ આક્રમકતા જેમ બને તેમ ઝડપથી રોકવી પડશે.
કીવના લોકોને રશિયાએ આપી ચેતવણી
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા મુજબ રશિયાના રક્ષા મંત્રાલયે કીવના લોકોને ઘર છોડવાની ચેતવણી આપી છે. રશિયા હવે યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા મંગળવારની રાત્રે યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કીવને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે. આ તરફ કિવે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકો બહાર નીકળી જાય, નહીંતર આગળની સ્થિતિ માટે યુક્રેન જવાબદાર નહીં હોય.
રશિયાની બીજી મોટી બેંક પર કાર્યવાહી કરશે EU
યુરોપિયન સંઘ રશિયાની બીજી સૌથી મોટી બેંક વીટીબી સહિત તેમની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનાર છ અન્ય બેંકને સ્વિફ્ટ બેંક મેસેજિંગ સિસ્ટમથી અલગ કરવા અંગે વિચાર કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).