Face Of Nation 15-03-2022 : રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવાનો પ્લાન તૈયાર કરી ચૂકી છે. તેમણે કિવ પર હુમલા વધારી દીધા છે. આ મિશનને આગામી 48 કલાકમાં આખરીઓપ આપવા માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાની સેનાને ખુલ્લી છૂટ આપી છે. અત્યાર સુધી બેલારુસ થઈને રશિયાની સેના કિવ તરફ આગળ વધી રહી હતી. પરંતુ યુક્રેનની સેનાએ તેઓને ધૂળ ચટાડી રહી છે. આવામાં રશિયાની સેનાએ કિવમાં ધૂસવા માટે નવી સ્ટ્રેટેજી તૈયાર કરી છે.
સૈનિકોને બને તેટલી ઝડપથી કિવ પર કબજો કરવાનો આદેશ
24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર નોર્થ, ઈસ્ટ અને સાઉથ તરફથી હુમલા કરવાની શરૂઆત કરી હતી. રશિયાની સેનાને ભરોસો હતો કે તેઓ આ યુદ્ધને 15 દિવસમાં ખત કરશે. એટલા માટે તેણે યુક્રેન પર ખારકિવ, લુહાંસ્ક, ખેરસન અને ઓડેસા તરફથી હુમલા કરી આગળ વધવાની શરૂઆત કરી. રશિયાના સૈનિકોએ રાજધાની કિવ પર કબજો કરવા માટે બેલારુસ તરફથી ચેર્નોબિલ પર હુમલા કર્યા. પરંતુ યુક્રેનની સેનાએ તેઓની આશા પર પાણી ફેરવી નાખ્યું અને સારો પ્રતિકાર કર્યો. આ રીતે પુતિન યુદ્ધને 15 દિવસમાં ખતમ કરવા માગતા હતા પરંતુ તે થઈ શક્યું નહીં. આથી હવે પુતિને રશિયાના સૈનિકોને બને તેટલી ઝડપથી કિવ પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. હવે રશિયાએ નવી સ્ટ્રેટેજી મુજબ ત્રણ દિશાઓ ( કિસ્તેન, ચેર્નોબિલ અને પ્રિલુકી) તરફથી કિવ પર હુમલા વધારી દીધા છે. આ સ્ટ્રેટેડજી સફળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને હવે રશિયાની સેના કિવ સિટી સેન્ટર તરફથી માત્ર 14 કિલોમીટર પાછળ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).