Home World યુદ્ધનો 18મો દિવસ : પશ્ચિમી યુક્રેનમાં રશિયાના હુમલામાં 35 લોકોના મોત, જુઓ...

યુદ્ધનો 18મો દિવસ : પશ્ચિમી યુક્રેનમાં રશિયાના હુમલામાં 35 લોકોના મોત, જુઓ Video

https://youtu.be/hpKXAz4tM1Y

Face Of Nation 13-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 18મો દિવસ છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. તો બીજીતરફ રશિયાએ યુક્રેનના પશ્ચિમ ભાગમાં લીવ શહેરની નજીક એક સૈન્ય મથક પર આઠ મિસાઇલો છોડી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અહીં છોડવામાં આવેલી મિસાઈલોની સંખ્યા 30 કરતાં વધારે છે. આ હુમલામાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે અને 57 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી બાજુ ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાંસિસે કહ્યું કે યુક્રેનમાં કતલનો આ માહોલ બંધ થવો જોઈએ. રશિયાએ રવિવારે પશ્ચિમી યુક્રેનના ઈવાનો-ફ્રેકિવ્સ્ક એરપોર્ટ ઉપર મિસાઈલ વડે હુમલો કર્યો છે.
અમેરિકાએ યુક્રેનને 1,500 કરોડના વધારાના શસ્ત્રો-સાધનો આપવાની જાહેરાત
અમેરિકાએ યુક્રેનને 1,500 કરોડ રૂપિયાના વધારાના શસ્ત્રો અને સાધનો આપવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે શનિવારે કહ્યું હતું કે આ હથિયારોમાં એન્ટી ટેન્ક અને એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો પણ સામેલ છે. આ જાહેરાતના કલાકો પહેલા, રશિયન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ તેને રશિયન સૈન્યને નિશાન બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. સાથે જ ચેતવણી પણ આપી હતી કે તેના ગંભીર પરિણામો આવશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).