Face Of Nation 03-03-2022 : યુક્રેન પર રશિયન સૈન્યના બોમ્બ ધડાકા વચ્ચે આ ઘટનાએ યુરોપિયન દેશને ભારે દહેશત હેઠળ લાવી દીધો હતો. વોલોદીમિર ઝેલેસ્કીએ યુક્રેન બાદ યુરોપના અન્ય દેશો પર પણ હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં ફાઇટર જેટ આ રીતે ઘૂસી જતાં સ્વીડનમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સ્વીડન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, બે સુખોઈ-27 અને બે સુખોઈ-24 ફાઈટર જેટ અચાનક એરસ્પેસમાં પ્રવેશ્યા હતાં. તો બીજીતરફ સ્વીડને યુક્રેનને 5,000 એન્ટી ટેન્ક હથિયારો મોકલી આપ્યા છે.
ફાઇટર જેટ આ રીતે ઘૂસી જતાં સ્વીડનમાં ભયનું વાતાવરણ
આ ઘટના રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપ્યાના થોડાં જ દિવસ બાદ ઘટી હતી, કે જેમાં તેઓએ કહ્યું હતું કે, જો તે NATO માં જશે તો સ્વીડન અને ફિનલેન્ડ જેવાં દેશોએ તેનું મોટું નુકસાન ભોગવવું પડશે. સ્વીડિશ વાયુસેનાના વડા કાર્લ જોહાન એડ્સટ્રોમએ કહ્યું કે, “અમે વર્તમાન સંજોગોમાં આ ઘટનાથી ખૂબ જ ચિંતિત છીએ. આ ઘટના જે રશિયા તરફથી ઘટી છે તે અત્યંત બિનવ્યાવસાયિક અને બેજવાબદારીભરેલી છે.’ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઘટનાના થોડાં જ સમય બાદ સ્વીડિશ ફોર્સ એક્ટિવ થઈ ગઇ હતી. તેઓએ સ્વીડિશ ફાઈટર જેટ્સ વતી રશિયન લડાકુ વિમાનોની તસવીરો પણ લીધી છે. સ્વીડિશ વાયુસેનાના વડાએ જણાવ્યું કે, આનાથી ખ્યાલ આવે છે કે, અમારી તૈયારી વધારે સારી હતી. અમે અમારી સુરક્ષા અને અખંડિતતાના રક્ષણ માટે તત્પર છીએ. વધુમાં જણાવ્યું કે, સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આ સિવાય સ્વીડનના રક્ષામંત્રી પીટર હુલ્તક્વિસ્ટે કહ્યું, ‘રશિયન તરફથી સ્વીડનની એરસ્પેસનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેનો બિલકુલ પણ સ્વીકાર ના કરી શકાય.’ તેમણે જણાવ્યું કે, ‘અમે આ મુદ્દે રશિયા સાથે ઉગ્ર કૂટનૈતિક વિરોધ દર્શાવીશું. સ્વીડનની સાર્વભૌમત્વ અને અખંડિતતા સંપૂર્ણપણે સુરક્ષિત હોવી જોઈએ.’
યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વીડન એલર્ટ
સ્વીડન ભલે નાટોનું સભ્ય નથી, પરંતુ તેણે યુક્રેનને મોટા પાયે સૈન્ય હથિયારો મોકલવાની જાહેરાત કરી છે. સ્વીડન કહે છે કે, તે યુક્રેનને 5,000 એન્ટી ટેન્ક હથિયારો મોકલશે. 1939 બાદ આવું પ્રથમ વખત હશે કે જ્યારે સ્વીડન કોઈ પણ દેશને હથિયાર મોકલી રહ્યું છે. સ્વીડનના પીએમ માગડાલેના એન્ડરસને કહ્યું કે, રશિયાએ જે રીતે યુક્રેન પર હુમલો કર્યો છે, તે માટે આપણે આપણી તાકાત વધારવી જરૂરી છે જેથી કોઈ પણ પ્રકારના સંકટનો સામનો કરી શકાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).