Face Of Nation 03-03-2022 : સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સરન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું, તે એકદમ ઠીક છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો છે અને તેની માતા સાથે વાત કરાવનાર યુક્રેની પણ રડી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે નિરાશ સૈનિક સરન્ડર થયા પછી ઘણા બધા લોકોથી ઘેરાયેલો છે. તે તેની માતા સાથે વીડિયો કોલથી વાત કરી રહ્યો છે અને સાથે ચા પણ પી રહ્યો છે. આ વીડિયોમાં એક યુક્રેનીને એવું કહેતા સંભળાય છે કે ખબર નહીં આ સૈનિક કેમ અહીં છે? જ્યારે બીજો એક યુક્રેની એવું કહેતો સંભળાય છે કે આ તેની ભૂલ નથી.
ઘણા દિવસથી કંઈ ખાધુંપીધું નથી
એક ટ્વિટર યુઝરે આ ઈમોશનલ વીડિયો વિશે કહ્યું છે કે જે રીતે તે ચા-નાસ્તો કરી રહ્યો છે એ જોઈને લાગે છે કે તેણે ઘણા દિવસથી કંઈ ખાધુંપીધું નથી. સારી વાત એ છે કે આટલી ખરાબ સ્થિતિમાં પણ યુક્રેનીઓએ તેમની માનવતા ગુમાવી નથી. એક અન્ય યુઝરે કહ્યું હતું કે ભગવાન તેમને અને યુવા સૈનિકને મદદ કરે.
ઈમોશનલ થયેલો રશિયન સૈનિક
છેલ્લ આઠ દિવસથી યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેન ઘણું બરબાદ થઈ ગયું છે અને સામે રશિયન સૈનિકો પણ ઢીલા પડ્યા છે. ગઈકાલે સાંજે જ યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ મહાશક્તિના યોદ્ધા નથી, આ ડરેલા છોકરાઓ છે. તેમનું મનોબળ હવે ઘટી રહ્યું છે. અત્યારસુધી રશિયાના 9,000 સૈનિકોનાં મોત થયાં છે.
રશિયાના સૈનિકોનું મનોબળ ઢીલું પડ્યું
યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા રશિયન સૈનિકો ખુદ જ યુક્રેન પરના પોતાના આક્રમણને સહન કરી શકતા નથી અને અવારનવાર રડી પડે છે. રડી રડીને તેમની હાલત ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિ એટલા માટે સર્જાઈ છે, કેમ કે તેમને ‘દરેક પર ગોળીબાર કરવા’ માટે કહેવામાં આવ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે પેન્ટાગોનમાં એક અધિકારીનો હવાલો આપતાં કહ્યું હતું કે આ રશિયન સૈનિકો લડાઈથી બચવા માટે પોતાના જ યુદ્ધવાહનોમાં તોડફોડ કરી રહ્યા છે.
વાસ્તવમાં નિરાશ થયેલા આ રશિયન સૈનિકોમાં મોટા ભાગના લવરમૂછિયા યુવાનો છે અને તેમને યુદ્ધની પૂરતી તાલીમ પણ મળી ન હોવાનું ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં જણાવાયું છે. આ સૈનિકો ભયાનક એવા પોતાની જ સેનાના યુક્રેન પરના હુમલાઓ સહન કરી શકતા નથી અને જબરદસ્ત ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે, જેને કારણે તેઓ વારંવાર રડી પડે છે તો પોતાનાં યુદ્ધવાહનોમાં તોડફોડ કરે છે અથવા તો એકબીજા પર ફાયરિંગ પણ કરી બેસે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized યુક્રેનના લોકોએ રશિયાના સૈનિકને ચા પીવડાવી, સૈનિકોનું મનોબળ ઢીલું પડ્યું, જુઓ Video