Face Of Nation 08-03-2022 : યુક્રેનના સંરક્ષણ વિભાગ અનુસાર, 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 12,000 રશિયન સૈનિકોના મોત થયા છે. જ્યારે ટેન્કના 303 યુનિટ નાશ પામ્યા છે. આ સિવાય આર્મ્ડ કોમ્બેટ વાહનોના 1036 યુનિટ, 120 આર્ટિલરી સિસ્ટમ, 56 એમએલઆરએસ, 27 એર ડિફેન્સ સિસ્ટમ, 48 એરક્રાફ્ટ, 80 હેલિકોપ્ટર, 474 ઓટોમોટિવ ટેક્નોલોજી અને 3 બોટનો નાશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે 17 લાખ લોકોએ પાડોશી દેશોમાં શરણ લેવી પડી છે. પોલેન્ડમાં 10 લાખથી વધુ લોકોએ આશરો લીધો છે.
ઝેલેન્સકીએ રશિયાને કરારની યાદ અપાવી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, માનવતાના ધોરણે તેમના દેશને કોરિડોર આપવા માટે સોમવારે એક કરાર હોવા છતાં રસ્તાઓ “રશિયન ટેન્ક, રશિયન રોકેટ અને રશિયન લેન્ડમાઇન”થી ભરાયેલા હતા. મધ્યરાત્રિએ જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં, ઝેલેન્સકીએ આક્ષેપ કર્યો હતો કે, “મારીયુપોલમાં બાળકો સહિત સામાન્ય લોકોને ખોરાક અને દવાઓ પહોંચાડવા માટે સંમત થયેલા રસ્તાઓ પર લેન્ડમાઈન પણ નાખવામાં આવી હતી.” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)