Home Uncategorized બૂચામાં રશિયાના સૈનિકોએ બેઝમેન્ટમાં 25 મહિલાઓ અને યુવતીઓને બંધક બનાવી રોજ કર્યું...

બૂચામાં રશિયાના સૈનિકોએ બેઝમેન્ટમાં 25 મહિલાઓ અને યુવતીઓને બંધક બનાવી રોજ કર્યું દુષ્કર્મ,અનેક યુવતીઓ ગર્ભવતી!

Face Of Nation 13-04-2022 : યુક્રેનના સંસદના માનવાધિકાર કમિશ્નરે દાવો કર્યો કે બૂચામાં રશિયાના સૈનિકોએ મહિલાઓ તેમજ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમને જણાવ્યું કે લગભગ 25 યુવતીઓને બેઝમેન્ટમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. જેમાં અનેકની ઉંમર 14 અને 24 વર્ષ જ છે. તેમનું રોજ માનસિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમને જણાવ્યું કે બંધક બનાવવામાં આવેલી અનેક યુવતીઓ હાલ ગર્ભવતી છે.
“રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે”
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. મારિયુપોલ પર ફરી હુમલો કરવા માટે પૂર્વ ડોનાબાસ વિસ્તારમાં તેમના સૈનિકો એકઠાં થઈ રહ્યાં છે. તો યુક્રેના ઉપ રક્ષામંત્રી હના માલ્યરે કહ્યું કે સરકાર મામલાની તપાસ કરી રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેનમાં રશિયાનું સૈન્ય અભિયાન ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી તેમનું લક્ષ્ય પૂરું નહીં થઈ જાય. સાથે જ તેમને કહ્યું કે તેમના દેશને અલગ-થલગ ન કરી શકાય. રશિયાના પૂર્વમાં વોસ્તોચની અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રની મુલાકાતે પહોંચેલા પુતિને કહ્યું કે રશિયાનો પોતાને અલગ કરવાનો કોઈ હેતુ નથી અને વિદેશી શક્તિઓ પણ તેને અલગ-થલગ કરવામાં સફળ નહીં થાય. તેમને કહ્યું કે આજે દુનિયામાં કોઈને પણ અલગ-થલગ કરવાનું નિશ્ચિત રીતે અસંભવ છે, વિશેષ રૂપે રશિયા જેવા વિશાળ દેશને. પુતિને કહ્યું કે અમે અમારા તે ભાગીદારોની સાથે કામ કરીશું જે સહયોગ કરવા ઈચ્છે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).