Home Uncategorized રશિયાએ કરેલા હુમલામાં જીવ ગુમાવનાર યુક્રેનના 112 જેટલા નિર્દોષ બાળકોને અપાઇ આ...

રશિયાએ કરેલા હુમલામાં જીવ ગુમાવનાર યુક્રેનના 112 જેટલા નિર્દોષ બાળકોને અપાઇ આ રીતે શ્રદ્ધાંજલિ, જુઓ Video

https://youtu.be/6wTdHF2-SKM

Face Of Nation 19-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધને આજે 24 દિવસ છે. રશિયાની સેના એક પછી એક યુક્રેનના શહેર ઉપર હુમલો કરી રહ્યા છે. યુક્રેનની આર્મીના એક સિનિયર અધિકારીને ટાંકીને કહ્યું છે કે, માયકોલાઈવ ઉપર રોકેડ હુમલામાં 40 યુક્રેની સૈનિકોના મોત થયા છે. જ્યારે યુક્રેને આ સાથે એવો પણ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં રશિયાના હુમલામાં 112 જેટલા નિર્દોષ બાળકોનો ભોગ લેવાઈ ગયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે એવી શક્યતા નહિવત દેખાઈ રહી છે. બન્ને દેશ પૈકી કોઈ દેશ એકબીજા સામે ઝૂકવા તૈયાર નથી. યુક્રેને સ્પષ્ટ કહ્યું છે કે, શાંતિ સમજૂતી માટે અમે EUના સભ્યપદના અભિયાનને અટકાવવાની શરતને સ્વીકારશું નહીં. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે યુક્રેનમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 816 લોકોનાં મોત થયાં છે. (આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).