Face Of Nation 27-04-2022 : અમદાવાદ શહેરની શાન ગણાતા એવા સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો વધુ મનોરંજન અને આરોગ્યને સુધારવા અંગેની સુવિધા મેળવે તેના માટે નવા આકર્ષણો ઉભા કરવાનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવનાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટને વધુ સારું અને મનોરંજન માટે બનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવશે. આગામી 100 દિવસમાં અલગ અલગ એક્ટિવિટી અમે શરૂ કરવા જઇ રહ્યા છીએ. વોક-વે ઓપન જિમ બનશે. શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી અને ઇમ્યુનિતી વધારવા અલગ અલગ જગ્યાએ પાર્ક અને વોક-વે પાસે ઓપન જિમ શરૂ કરાશે, બાળકો માટે મનોરંજન એક્ટિવિટી અને રમતગમત માટેની પ્રવૃત્તિઓ શરૂ કરાશે. લોકો જે ચાલવા માટે વધુ આવે તેના માટે આ પેડિસ્ટ્રીયન બ્રિજ બનાવાયો છે.
રિવરફ્રન્ટ પર 2 જગ્યાએ ફ્રી યોગા કલાસ
રિવરફ્રન્ટ પર વધુ આકર્ષણ મળે તેના માટે આર્મી અને NCC સાથે પણ વાત ચાલુ છે. રિવરફ્રન્ટ પર ગરમી અને તડકો ન લાગે તેના માટે કેટલીક નિશ્ચિત કરેલી જગ્યાએ ખૂબસૂરત શેડ બનાવવામાં આવશે જ્યાં લોકો ચાલી શકે. IMA અને AMAના કેટલાક ડોકટરો દ્વારા હાર્ટ, ડાયાબિટીસ વગેરે બીમારીઓથી બચવા માટે એક એક લેક્ચરોનું પણ રિવરફ્રન્ટ હાઉસ ખાતે આયોજન કરાશે.
NCC દ્વારા બોટ મગાવી બોટિંગ શરૂ કરાશે
વરસાદ પહેલા NCC દ્વારા બોટ મગાવી બોટિંગ શરૂ કરવામાં આવશે. 1મેથી સાબરમતી રિવરફ્રન્ટ પર 2 જગ્યાએ ફ્રી યોગા કલાસ અને એરોબિક કસરત કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ પર 3 લાખ ઝાડ ઉગાડી ચુક્યા છીએ. આગામી દિવસોમાં 3 લાખ બીજા ઝાડ રિવરફ્રન્ટ પર ઉગાડવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).