Face Of Nation, 16-10-2021: ગાંધીનગરના પેથાપુર શિવાંસ નામના બાળકને તરછોડવાની ઘટનામાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ હોવાનું પુરવાર થયુ છે. આરોપી સચિન દીક્ષિત અને બાળકના DNA મેચ થયા છે. ત્યારે સમગ્ર કેસમાં પોલીસ માટે DNA પરિણામો મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે.
બાળકને તરછોડવાના કેસમાં ગાંધીનગર કોર્ટે સચિન દિક્ષિતને જામીન આપ્યા હતા. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલને ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે સચીનના વકીલે કોર્ટમાં કહ્યું કે, સચિનનો ગુનો જામીન લાયક છે. તેની સામે કલમ 363 અને 317 લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામ જોગ ફરિયાદ નથી. તેથી સચિનને આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવે. હજુ dna ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. માટે તે સાબિત થતું નથી કે, ત્યજવામાં આવેલું બાળક સચિનનું જ છે. તેથી તેના પર 363 અને 317 કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જોઈએ.
ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. સચિન દીક્ષિતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડિંગના ફ્લેટમાં ગળું દબાવી હત્યા કરી હતી. તેના બાદ તે બાળકને ગાંધીનગર લઈ આવ્યો હતો, જ્યાં તેણે બાળકને ગાંધીનગરની એક ગૌશાળામાં તરછોડીને ભાગી ગયો હતો. તે ભાગીને તેની પત્નીના પિયર રાજસ્થાન જતો રહ્યો હતો. જ્યાંથી ગાંધીનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)