Face of Nation 19-12-2021:પંજાબના ગોલ્ડન ટેમ્પલની અંદર અપમાનનો મામલો ગરમાયો છે. આ વચ્ચે કપૂરથલાથી પણ આવી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે નિશાન સાહિબના અપમાનના આરોપીને ટોળાએ માર માર્યો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું છે.
અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં શનિવારની ઘટના બાદ રવિવારે કપૂરથલાના નિઝામપુરમાં કથિત અપમાનનો મામલો સામે આવ્યો છે. આરોપીને માર માર્યા બાદ તેનું મોત થઈ ગયું છે.
કપૂરથલા ગુરૂદ્વારા તરફથી જાહેરાત કરવામાં આવી છે કે પોલીસ અને કોઈપણ એજન્સીએ તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. પંજાબ પોલીસ અને રાજ્ય સરકાર અપમાનના મામલા માટે સમાન રૂપથી જવાબદાર છે. આ સાથે લોકોને મોટી સંખ્યામાં એકત્ર થવાનું પણ કહેવામાં આવ્યું છે.
બાબા અમરજીત સિંહે જણાવ્યુ કે સવારે 4 કલાકે એક વ્યક્તિ દરબાર હોલમાં દાખલ થયો. પ્રવેશના સમયે ગુરૂ સાહિબમાં ગુરૂ મહારાજનો પ્રકાશ થયો નહોતો. હોબાળો મચ્યા બાદ વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંગતે તેને પકડી લીધો. પરંતુ પોલીસનું કહેવું હતું કે મામલો સિલિન્ડર ચોરીનો લાગી રહ્યો છે.
Suspect Killed by Sikh groups after scuffle with police. Crowd had swelled several times and there were calls for 'instant justice'. https://t.co/9PqgOvvLyU
— I P Singh (@ipsinghTOI) December 19, 2021
ગુરૂદ્વારા સાહિબની પાસે પોલીસ ચોકી બનાવવામાં આવી છે. સંગત વ્યક્તિને પોલીસને સોંપવાનો વિરોધ કરી રહી હતી. શિરોમણિ ગુરૂદ્વારા મેનેજમેન્ટને ઘટનાની સૂચના મળતા તે સ્થળ પર પહોંચી હતી. મોટી સંખ્યામાં શીખ સંગઠનો પહોંચવા લાગ્યા હતા. એસએસપી કપૂરથલા સહિત મોટી સંખ્યામાં પોલીસની ટીમ સજ્જ કરવામાં આવી છે.
મહત્વનું છે કે શનિવારે પંજાબના અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને લઈને અપમાનનો પ્રયાસ કરનાર વ્યક્તિને પણ ટોળાએ માર મારતા તેનું મોત થયું હતું. ડીસીપી પરમિંદર સિંહે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ ગોલ્ડન ટેમ્પલમાં માહોલ ગરમ થઈ ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)