Home Gujarat ગ્રીષ્માની જેમ જ થઈ વડોદરાની તૃષા સોલંકીની હત્યા; કલ્પેશે કહ્યું-“તું મારી નહીં...

ગ્રીષ્માની જેમ જ થઈ વડોદરાની તૃષા સોલંકીની હત્યા; કલ્પેશે કહ્યું-“તું મારી નહીં તો બીજા કોઇની નહીં”

Face Of Nation 23-03-2022 : વડોદરા નજીક મુજાર ગામડી ગામ જવાના રોડ પર અંધારામાં પૂર્વ પ્રેમિકા તૃષા સોલંકીને પાળિયાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેનાર કલ્પેશ ઠાકોરની ધરપકડ બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ખૂની ખેલ ખેલનારા કલ્પેશ ઠાકોરને એવી માહિતી મળી હતી કે, તૃષાને અન્ય યુવાન સાથે પ્રેમ થઈ ગયો હોવાથી પોતાની સાથેના સંબંધો કાપી નાખ્યા છે. તેવી ખાત્રી થતાં “કલ્પેશે તું મારી નહીં તો બીજા કોઇની નહીં” તેવા મક્કમ નિર્ધાર સાથે તૃષાને પાળિયાના 10થી વધુ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
તૃષાને છેલ્લીવાર મળવાનું કહીને બોલાવીને હત્યા કરી
પોલીસ તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે, ત્રણ વર્ષ પૂર્વે તૃષા અને કલ્પેશ વચ્ચે સારી મિત્રતા હતી. પરંતુ, તૃષા કોલેજ કરીને પરત ફર્યા બાદ ધોરણ 10 પાસ અને ઇલેક્ટ્રિકમાં આઇટીઆઇ કરનાર કલ્પેશ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. કલ્પેશ અવારનવાર ફોન કરવા છતાં પણ તૃષા તરફથી વળતો જવાબ ન મળતાં તે ભારે રોષે ભરાયો હતો અને મંગળવારે સાંજે તૃષાને છેલ્લી વખત મળવા માટેનું બહાનું બતાવી મુજારી ગામડી પાસે જ્યાં અગાઉ તેઓ મળતા હતા તે સ્થળે બોલાવી હતી. અને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
તૃષાએ જે હાથમાં અંગૂઠી પહેરી હતી, તે હાથ પણ કાપ્યો
હત્યારા કલ્પેશે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે “મુજાર ગામડી જવાના રસ્તા ઉપર ઘોર અંધકાર હતો. કુતરાઓ ચારેકોર ભસતા હતા. મેં તૃષાને અન્ય યુવાન સંબધ અંગે પૂછતાં તેણીએ જણાવ્યું કે, તે બાબતે હું કોઇ જવાબ આપીશ નહીં. તેવો જવાબ આપી કૂતરા જે દિશામાં ભસતા હતાં તે દિશામાં પાછળ વળીને જોતાની સાથે જ કમરમાં છુપાવેલુ પાળિયુ કાઢીને તૃષાના ગળાના ભાગે ઘા કરતા તૃષા મરણચીસ પાડી ઢળી પડી હતી અને તૃષાએ જે હાથમાં અંગૂઠી પહેરી હતી તે અંગૂઠી વાળો હાથ પણ કાપી નાખ્યો હતો અને તૃષા મારી નહીં થાય તો કોઇની નહીં થવા દઉ તેવા ઝનૂન સાથે ઉપરા છાપરી પાળીયાના 10 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).