Face Of Nation 21-04-2022 : દિવાળી આસપાસ જો તમે સાળંગપુર જશો તો, 7 કિલોમીટર દૂરથી તમને હનુમાનજીની વિરાટ મૂર્તિના દર્શન થશે. સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ સ્થાપિત કરાશે. 30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભા બનશે. મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે. એક ખાનગી સમાચારની ટીમ ગુરુગ્રામ પહોંચી હતી અને અહીં બનતી મૂર્તિની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી હતી. એટલું જ નહીં મૂર્તિ બનાવનારા નરેશભાઈ કુમાવત સાથે પણ ખાસ વાતચીત કરી હતી. આગામી 14મી ઓક્ટોબરથી લોકો આ મૂર્તિના દર્શન કરી શકશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).