Face Of Nation 16-04-2022 : સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. જેને લીધે મંદિર પરિસરમાં ઉતારાની વ્યવસ્થામાં ઘણી તકલીક થઈ રહી છે. ત્યારે હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો દ્વારા દાદાના દરબારમાં આવતાં દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે ભવ્ય ગોપાળાનંદ સ્વામી ગેસ્ટ હાઉસ બનાવવાનું નક્કી કરાયું છે. 1 હજાર રૂમવાળું હાઇટેક ગેસ્ટ હાઉસ બનશે. ભવ્ય ગેસ્ટ હાઉસની વિશેષતા અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, ”મંદિર પરિસરની એકદમ નજીક કુલ 20 વિઘા જમીનમાં રાજ મહેલ જેવું ગેસ્ટ હાઉસ 100 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવશે. 11 માળનું આ ગેસ્ટ હાઉસ ફુલ્લી એરકન્ડિશનિંગ હશે. જેમાં એકસાથે 3500 લોકો આરામથી રહી શકશે. ”
18 લિફ્ટ, 4 એલિવેટર અને 40 સ્પેશિયલ સ્યૂઇટ હશે
ગેસ્ટ હાઉસની વિશેષતા અંગે હરિપ્રકાશ સ્વામી જણાવ્યું કે, ”આખી બિલ્ડિંગમાં કુલ 18 લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર અલગ અલગ સાઇઝની કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત સર્વન્ટરૂમ સહિત 40 સ્યૂઇટ બનાવાશે. ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે. જેમાં એક સાથે 100થી વધુ લોકો રિલેક્સ થઈ શકશે.”
4 ઝોનમાં ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગ બનાવવામાં આવશે.
કુલ 1,80, 000 સ્ક્વેર ફૂટમાં આકાર પામનારું ગેસ્ટ હાઉસ હાઇટેક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. આખી બિલ્ડિંગ 4 ઝોનમાં બનાવાશે. જે 100 ટકા ભૂકંપ પ્રૂફ હશે. એટલું જ નહીં બિલ્ડિંગમાં ગમે ત્યારે આગ લાગે તો તેની અંદર રહેલાં વ્યક્તિને કોઈ નુકસાન થશે નહીં. આ ઉપરાંત બિલ્ડિંગની ઇન્સાઇડમાં 500 અને આઉટસાઇડ 600 એમ કુલ 1100 ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે.
બિલ્ડિંગમાં વેઇટિંગ લોન્જ અને મિનિ રેસ્ટોરાં પણ બનાવાશે
160 ફૂટ ઊંચા બિલ્ડિંગમાં બનાવેલાં રિસેપ્સશન એરિયામાં ઇન્ક્વારયી ઓફિસ અને વેઇટિંગ લોન્ઝ હશે. જેમાં એકસાથે 400-500 લોકો બેસી શકશે. આ ઉપરાંત દરેક ફ્લોર પર બનાવવામાં આવનાર વેઇટિંગ એરિયામાં 100 લોકો રિલેક્સ પણ થઈ શકશે. એટલું જ નહીં દરેક ફ્લોરમાં 6-6 પાણી પરબ, કોમન ટોઇલેટ-બાથરૂમની સુવિધા પણ હશે. તો બિલ્ડિંગના સેન્ટરમાં કુલ 40, 000 સ્ક્વેર ફૂટમાં મેઇન એન્ટ્રન્સવાળા ભાગ પર મોનિટરિંગ થઈ શકે તે માટેનો હાઇટેક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત તેની બાજુમાં કોન્ફરન્સ રૂમ, મેનેજમેન્ટ ઓફિસ હશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).