બોલિવૂડ સ્ટાર સલમાન ખાન વિરુદ્ધ 17 જૂનનાં રોજ વધુ એક કેસ દાખલ થશે અથવા તો હથિયારનું લાઇસન્સ ગુમ હોવાનાં મામલે ખોટુ શપથ પત્રનાં કેસમાં મુક્ત થશે.
17 જૂને સલમાન વિરુદ્ધ દાખલ થશે વધુએક કેસ, વાંચો આખો મામલો
FACE OF NATION:કાળિયાર શિકાર મામલે જોડાયેલાં હથિયારનું લાઇસન્સ ગૂમ થઇ જવાને લઇને સલમાન ખાન તરફથી જુઠ્ઠુ શપથ પત્ર મંગળવારે CJM (ગ્રામીણ) કોર્ટમાં સુનાવણી થઇ. આ વર્ષ 1998ને આ મામલે સુનાવણી દરમિયાન સલમાન ખાનનાં વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, સલમાન ખાનનો કોઇપણ રીતે એવું મંત્વ્ય ન હતું કે તે, જુઠુ શપથ પત્ર રજૂ કરે. એવામાં તેમનાં વિરુદ્ધ કોઇપણ પ્રકારની ન્યાયિક કાર્યવાહી નથી થઇ. 20 વર્ષ પહેલાં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ માટે આવેલી ફિલ્મની ટીમે ચિંકારાનો શિકાર કર્યો હતો.