Home News સમીમાં ડો.મહેન્દ્ર મોદીની લંપટલીલાનો ભાંડો ફૂટ્યા બાદ લોકોએ પિતા-પુત્રને મારી પોલીસને હવાલે...

સમીમાં ડો.મહેન્દ્ર મોદીની લંપટલીલાનો ભાંડો ફૂટ્યા બાદ લોકોએ પિતા-પુત્રને મારી પોલીસને હવાલે કર્યા

ડૉ.મહેન્દ્ર મોદી, તેના પુત્ર અને કમ્પાઉન્ડરનો મોબાઇલ કબજે લેવાયો 30થી વધુ અશ્લિલ ક્લિપો મળી આવી

Face Of Nation:સમીમાં ડો. મહેન્દ્ર મોદીની લંપટલીલાનો ભાંડો ફૂટ્યા બાદ લોકોએ પિતા-પુત્રને મારી પોલીસને હવાલે કર્યા હતા. આ વિવાદાસ્પદ ડૉ. મહેન્દ્ર મોદી બીએએમએસની ડિગ્રી ધરાવતો હોવા છતાં એલોપેથી સારવાર કરતો હતો અને કેસ કાઢવાના રૂ.20 લેતો આ તબીબ 70 ટકા ગાયનેક કેસ જ જોતો હતો. જાણવા મળ્યા મુજબ સમીમાં 40 વર્ષથી દવાખાનુ ધરાવતા મહેન્દ્ર મોદીએ તેના રખડતા પુત્રને તબીબી ટ્રીકો શિખવી તબીબ બનાવી દીધો હતો અને તે જ મોટેભાગે દવાખાનું ચલાવતો હતો જ્યારે મહેન્દ્ર મોદી શનિ અને રવિવારે જ આવતો હતો. દરમિયાન, સારવારના બહાને મહિલાઓનુ શારીરીક શોષણ કરનાર મહેન્દ્ર મોદી તેનો પુત્ર અને કમ્પાઉન્ડરનો પોલીસે મોબાઇલ કબ્જે કરી સાયબર ક્રાઇમની મદદથી તપાસ હાથ ધરી છે. ત્યારે દવાખાનામા લાગેલા સીસીટીવી કેમેરા અને મોબાઇલની તપાસમાં બિન સત્તાવાર રીતે પોલીસને 30થી વધુ બીભત્સ ક્લિપિંગો મળી આવી છે. હાલના તબક્કે ભોગ બનેલી 2 યુવતી સામે આવી છે. પોલીસે ભોગ બનેલી મહિલાઓને ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી છે.
આજે શું બન્યું? પહેલા કિશન મોદીને મારી માથે ટકો કર્યો, મહેન્દ્રને પણ ધોયો
છેલ્લા ત્રણેક દિવસથી સમીમાં ફરતા થયેલા અશ્લીલ વીડિયોથી રોષે ભરાયેલા ગામવાસીઓ ડોક્ટર મહેન્દ્ર મોદી શનિવારે દવાખાને આવે તેની રાહ જોતા હોય તેમ આજે સવારે ડોક્ટર જેવા દવાખાને પહોંચ્યા કે ગામના યુવાનો સહિતનું ટોળું દવાખાને ધસી ગયું હતું. જેમાં પહેલાં ડોક્ટરનો પુત્ર કિશન મોદી હાથમાં આવી જતાં રોષે ભરાયેલા ટોળાએ તેના માથે મુંડન કરી નાખ્યું હતું અને કપડાં પણ ફાડી નાખ્યા હતા, બાદમાં ડોક્ટર મહેન્દ્ર મોદીને પકડી ધક્કે ચડાવ્યો હતો. આ દરમિયાન ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે બંનેને પકડી પોલીસ સ્ટેશન લઇ જતાં ટોળુ પોલીસ મથકે પહોંચી ગયું હતું. પરિસ્થિતિ વણસે નહીં તે માટે એસપી શોભા ભૂતડા, ડીવાયએસપી સહિતનો કાફલો ગામમાં ખડકી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પિતા BHMS હતો, પરંતુ પુત્ર પાસે ડોક્ટરની ડિગ્રી ન હતી. આઇટીઆઇમાં મિકેનિકલનું ભણેલો છે. છતાં પિતાની ગેરહાજરીમાં અઠવાડિયાના 5 દિવસ હોસ્પિટલ ચલાવતો. જ્યારે ક્લિનિકના બોર્ડ પર ફિજિશિયન એન્ડ સર્જન લખેલું છે. તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી પણ અહીં છે, છતાં આટલા વર્ષોમાં કોઈ જ તપાસ કરાઇ ન હતી. જેને લઇ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
પીડિતાઓ પોલીસનો સંપર્ક કરે
ડીવાયએસપીએ જણાવ્યું કે, અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ મહિલા સાથે દુષ્કર્મ થયેલું હોય તો પોલીસનો સંપર્ક કરે. ડર રાખવાની જરૂર નથી.બંને પોલીસની હિરાસતમાં લેવાયાં છે.