Face Of Nation 02-06-2022 : પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો ખેસ પહેરી લીધો છે. ત્યારે આજથી એક મહિના પહેલા ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં સંઘાણીએ હાર્દિક પટેલને કચરો ગણાવ્યો હતો. પરંતુ હવે હાર્દિક ભાજપમાં જોડાયા છે ત્યારે દિલીપ સંઘાણીને પૂછ્યું કે, આ અંગે તમે શું કહેશો ત્યારે તેમણે મૌન સેવ્યું છે. હાર્દિકના આગમનથી પાર્ટીની ઇમેજ બગડશે? ‘આ પ્રશ્નના જવાબમાં દિલીપભાઈએ કહ્યું હતું કે, હવે મને કાંઈ લાગતું જ નથી અને મારે કંઈ કહેવું નથી.
હાઈકમાન્ડનો હાલ દરેક નેતાઓ પર હોલ્ટ છે
હાર્દિકના ભાજપમાં પ્રવેશથી ભાજપના નેતાઓ ચૂપ થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઈકમાન્ડનો હાલ દરેક નેતાઓ પર હોલ્ટ છે. કોઈએ એક શબ્દ પણ બોલવાનો નથી. હાર્દિક ભાજપમાં આવે તો તકલીફ તો ઘણાંને છે પણ હવે કોઈ બોલવા તૈયાર નથી અને કડવા ઘૂંટ પી રહ્યા છે. તો બીજીતરફ એક મહિના પહેલા દિલીપ સંઘાણીને પૂછ્યું હતું કે, હાર્દિકને ભાજપમાં લાવવાના કોઈ પ્રયાસ ખરા? જેના જવાબમાં કહ્યું હતું કે, મારા મતે તેને ન લાવવો જોઈએ, કચરો ભેગો ન કરાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).