સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.
Face Of Nation:રેલવેમાં પીપીપી મૉડલ આવશે. વીજળી માટે વન નેશન, વન ગ્રિડની યોજના લાવવામાં આવી રહી છે. ઉપરાંત રેલવેમાં પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશિપના મૉડલ પર કામ થઇ રહ્યું છે
નાણામંત્રીએ કહ્યું- સરકાર બધાને ઘર આપવાની યોજના પર કામ કરી રહી છે, 2022 સુધી બધાને આવાસ મળશે. ઉપરાંત લૉન વ્યવસ્થા, છુટક વેપારી માટે સરકાર પેન્શન યોજના લાવવા જઇ રહી છે, આ યોજના અંતર્ગત 3 કરોડ નાના દુકાનદારો માટે પેન્શન આપવાનું કામ કરાશે
નાણામંત્રીનો શાયરાના અંદાજ… બજેટ વાંચતી વખતે નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં એક શાયરી પણ વાંચી.. નિર્મલાએ કહ્યું કે, ‘યકીન હો તો કોઇ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ’. આ શાયરી પ્રખ્યાત શાયર મંજૂર હાશમીની છે
નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રૉડ-રસ્તાં, નેશનલ હાઇવે, ગામડાઓનો વિકાસ વગેરેના વિકાસની યોજના બતાવી. ઉપરાંત મુદ્રા યોજના, સાગરમાલા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ પર જોર મુકવાની વાત કહી
નાણામંત્રીએ બજેટમાં આવનારા દસ વર્ષનું લક્ષ્ય રજૂ કર્યુ, કહ્યું આગામી થોડાક વર્ષોમાં આપણી અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે. પ્રદુષણ મુક્ત ભારત, ચિકિત્સા ઉપકરણો અને જોર, વૉટર મેનેજમેન્ટ, અંતરિક્ષ કાર્યક્રમ, ચંદ્રયાન, ગગનયાન જેવા પૉઇન્ટ પર લક્ષ્ય મુક્યાં. કહ્યું આપણી અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાંકીય વર્ષ 2019-20નું બજેટ રજૂ કરી દીધુ છે. તેમને કહ્યું કે, મોદી સરકારે સુધારો, પરફોર્મ અને ટ્રાન્સફર્મ કરવાની નીતિ પર કામ કર્યુ છે. મોદી સરકારે ન્યૂ ઇન્ડિયા તરફ જોર આપ્યુ છે.