Home Politics રાજસ્થાનમાં રાજકીય હલચલ : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલપાથલના સંયમ લોઢાના સંકેત

રાજસ્થાનમાં રાજકીય હલચલ : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલપાથલના સંયમ લોઢાના સંકેત

Face Of Nation 18-03-2022 :  મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેની વચ્ચે હાલમાં જ સંયમ લોઢાએ એક ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ-પ્રિયંકાને પણ ટેગ કર્યા
મહત્વનું છે કે, સંયમ લોઢાએ 18મી માર્ચે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસમાં તોડફોડની તૈયારીઓ શરૂ
સંયમ લોઢાએ કહ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).