ફેસ ઓફ નેશન, 08-04-2020 : શાસ્ત્રનુસાર કળયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે.હનુમાનજીને સૌથી જલદી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના 11માં અવતાર કહેવાય છે. દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મ દિવસ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મ દિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની ચૌદસે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે. જો કે આ વર્ષે પ્રથમવાર કોરોનાના કેરના કારણે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભીડ વિના પૂજા અર્ચના કરવામાં આવશે. સારંગપુર નિવાસી કષ્ટભંજનદાદાની મંગળા આરતીના કરો દર્શન, જુઓ Video
https://youtu.be/I0xtpfGdTEE
Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો
ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદના સીટી વિસ્તારમા આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિ