Home News અમદાવાદ કન્ટ્રોલ રૂમમાં એક મેસેજ આવતા જ પોલીસ તંત્ર દોડતુ, મસ્જિદમાં અજાણ્યા...

અમદાવાદ કન્ટ્રોલ રૂમમાં એક મેસેજ આવતા જ પોલીસ તંત્ર દોડતુ, મસ્જિદમાં અજાણ્યા લોકો છુપાયા

Face Of Nation, 21-10-2021:  રસ્તા પર શંકાસ્પદ વસ્તુ અને શંકાસ્પદ માણસો દેખાતા જ હવે જનતા એલર્ટ થઈ જાય છે. ત્યારે અમદાવાદ ના કન્ટ્રોલ રૂમમાં એક મેસેજ આવતા જ પોલીસ તંત્ર દોડતુ થયું હતું. અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક મસ્જિદમાં અજાણ્યા માણસો છુપાયા છે તેવો કન્ટ્રોલ રૂમ ને મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી. જોકે, મસ્જિદમા તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદના કન્ટ્રોલ રૂમ પર મેસેજ આવ્યો હતો કે, ‘સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમાં માણસો છુપાયા છે.’ સવારે 11 વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમ પર મેસેજ મળ્યો હતો કે, ‘સરસપુર પોલીસ સ્ટેશનની બે અલગ અલગ મસ્જિદમાં કોઈ અજાણ્યા શખ્સો અલગ પ્રકારની ભાષા બોલી રહ્યા છે અને અંદર ઘૂસી રહ્યાં છે.’ ત્યારે મેસેજ મળતા જ શહેર કોટડા પોલીસે બંને મસ્જિદોમાં તપાસ શરૂ કરી હતી. મેસેજ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

જોકે, તપાસના અંતે બંને મસ્જિદમાંથી કંઈ જ શંકાસ્પદ વસ્તુ અને વ્યક્તિ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ લોકોની શંકાનુ સમાધાન થયુ હતું. તેમજ કોઈ અનિશ્ચિનીય બનાવ ન બને તે માટે વધુ તપાસ પણ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)