Home News દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની ધરપકડ; ED હવાલા-ભ્રષ્ટાચારને લગતા કેસમાં તપાસ કરતી...

દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની ધરપકડ; ED હવાલા-ભ્રષ્ટાચારને લગતા કેસમાં તપાસ કરતી હતી

Face Of Nation 30-05-2022 : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને હવાલા કેસમાં જૈન સામે તપાસ ચાલી રહી હતી. આ કેસ કોલકાતા સ્થિત કંપની સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. સત્યેન્દ્રને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. બે મહિના અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ CBI દ્વારા નોંધાયેલી FIR બાદ જૈનના પરિવાર અને કંપનીઓની રૂપિયા 4.81 કરોડની સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લેવામાં આવી છે. સીબીઆઈએ ઓગસ્ટ 2017માં કેસ નોંધ્યો હતો. બાદમાં આ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
શેલ કંપનીઓ પાસેથી રૂ. 4.81 કરોડ મળ્યા હતા
EDના જણાવ્યા પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે, 2015-16 દરમિયાન સત્યેન્દ્ર જૈન જાહેર સેવક હતા, ત્યારબાદ તેમની માલિકીની અને તેના દ્વારા નિયંત્રિત કંપનીઓને હવાલા દ્વારા કોલકાતા સ્થિત એન્ટ્રી ઓપરેટરોને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેના બદલામાં શેલ કંપનીઓ પાસેથી 4.81 કરોડ મળ્યા હતા. EDના અહેવાલ પ્રમાણે આ રકમનો ઉપયોગ જમીનની સીધી ખરીદી કે દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરાયો હતો.
દરોડામાં 2 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ સ્લિપ મળી
દિલ્હીના ડેન્ટલ કાઉન્સિલિંગના રજિસ્ટ્રાર ડોક્ટર ઋષિ રાજના ઘરે CBIના દરોડામાં સત્યેન્દ્ર જૈન અને તેમની કંપનીઓને લગતા દસ્તાવેજો અને બે કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ સ્લિપ મળી આવી હતી. તેના પરથી જાણવા મળ્યું કે વર્ષ 2011માં જૈનની કંપનીઓના નામે બે કરોડ રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત દિલ્હીના કરાલા ગામમાં જૈનના નામે 12 વીઘા અને 8 વીઘા જમીન સાથે 14 વીઘા જમીનનો પાવર ઑફ એટર્ની પણ મળી આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).