https://youtu.be/6aTSRI6k_ZM
Face Of Nation 27-06-2022 : દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને પણ વસવાટ શરૂ કર્યો છે. ઓખા નજીક રમતિયાળ અંદાજમાં ત્રણથી ચાર ડોલ્ફિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તો બીજીતરફ વર્ષો પહેલાં ડોલ્ફિન નિહાળવા માટે પ્રવાસીઓએ ગોવા જેવા સ્થળે જવું પડતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં ડોલ્ફિનનાં દૃશ્યો સામાન્ય બન્યા છે, એટલે કે ડોલ્ફિન સૌરાષ્ટ્રના દરિયાને પોતાનું ઘર બનાવી ચૂકી છે.
દરિયામાં ખૂબ જ નજીકથી જોવા મળે છે
જામનગર નજીક આવેલા મરીન નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં દરિયા જીવસૃષ્ટિ વસવાટ કરે છે. પિરોટન ટાપુ અને નરારા ટાપુ પર અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે. આ ટાપુ પર જતી સમયે અથવા તો ઓખાથી બેટ દ્વારકા જતી સમયે પ્રવાસીઓને ક્યારેક નજીકથી ડોલ્ફિન જોવાનો લહાવો મળી રહે છે. પોરબંદર આસપાસના દરિયાઈ વિસ્તારમાં પણ માછીમારોને અવારનવાર ડોલ્ફિનના ઝુંડ જોવા મળી રહે છે.
2019માં થયેલા એક સર્વેમાં 232 ડોલ્ફિન નોંધાઈ
ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ઊંચી છલાંગ નાખતી ડોલ્ફિન જોવા મળે એવી પૂરી શક્યતા છે. વાઈલ્ડલાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ 2019માં હાથ ધરેલા રિસર્ચમાં 232 ડોલ્ફિન જોવા મળી હતી. જ્યારે બાકીનાં રાજ્યો જેવાં કે તામિલનાડુ, આંદામાન નિકોબાર ટાપુ સહિતના દરિયાકાંઠામા માત્ર 135ની આસપાસ જ જોવા મળી હતી. ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિ છે, જેમાં બોટલનોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, ઈન્ડો-પેસિફિક ડોલ્ફિન, હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).