Home News વાલીઓની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા મુજબ શાળાની ફી ભરી શકાશે

વાલીઓની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા મુજબ શાળાની ફી ભરી શકાશે

ફેસ ઓફ નેશન, 13-04-2020 : વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં CBSE સહિતની સ્કૂલો ફી વધારો કરશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલીગણ જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે. આ ઉપરાંત શાળામાં 1 જૂન સુધી અને કોલેજમાં 15 મે સુધી વેકેશન આપવામાં આવ્યું છે. કોલેજની પરીક્ષા અંગે 15 મે બાદ નિર્ણય લેવામાં આવશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે, આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળા ફી વધારો કરશે નહીં. લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફી ની વસુલાત માટે કોઇ ઉતાવળ નહીં કરે કેટલું જ નહીં, વાલીની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોના રિપોર્ટ : આજે વધુ 22 કેસ નોંધાયા, 13 અમદાવાદમાં

રાજકોટ : એપાર્ટમેન્ટમાં પોલીસ ઘુસી અને જુઓ લોકો કેવા ભાગ્યા, Video