સ્કૂલ વાન પર વાન સંચાલકનો મોબાઈલ નંબર લખવો પડશે .તેમજ સ્કૂલ વાન માટે GPS,અગ્નિશામક,અને CCTV લગાવવાના નિયમો ફરજીયાત બન્યા
Face Of Nation:છાશવારે બનતા સ્કૂલ વાનના અકસ્માતોને નિવારવા સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે સ્કૂલ વાહન માલિકો પર કડક નિયમોની અમલવારી લગાવવાંમાં આવી છે…જે મુજબ સ્કૂલ વાનની ઓળખ માટે ચારે તરફ સ્કૂલ વાન લખવું ફરજીયાત બનાવ્યું છે તે સાથે જ સ્કૂલ વાન પર વાન સંચાલકનો મોબાઈલ નંબર પણ લખવો પડશે .તેમજ સ્કૂલ વાન માટે GPS,અગ્નિશામક,અને CCTV લગાવવાના નિયમો બનાવાયા છે.આમ સરકાર દ્વારા લાદવામાં આવેલ ધારાધોરણો સ્કૂલ સંચાલકોએ ફરજીયાત પણે પાળવા પડશે .આ નિયમોના પાલન માટે વેન સંચાલકોને 21 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે..અને ત્યારબાદ RTO ધ્વરા નિયમોનું પાલન નહિ કરનાર સંચાલકો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે