Home World મોરિસ કુકિંગના શોખીન: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બનાવી ‘ગુજરાતી ખીચડી’: કહ્યું-જે મારા દોસ્તની મોદીની...

મોરિસ કુકિંગના શોખીન: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બનાવી ‘ગુજરાતી ખીચડી’: કહ્યું-જે મારા દોસ્તની મોદીની ફેવરિટ છે!

Face Of Nation 10-04-2022 : ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને શનિવારે ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરારની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે ‘ખીચડી’ બનાવતી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘ભારત સાથેના અમારા નવા વેપાર કરારની ઉજવણી કરવા માટે, મેં આજે કરી નાઇટ માટે મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી ગુજરાતની એક વાનગી પસંદ કરી છે. તેમાં તેમની મનપસંદ ખીચડી સામેલ છે. આ પહેલીવાર નથી જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ કંઈક રાંધ્યું હોય. તેમને રાંધવાનું પસંદ છે. તેઓ ઘણીવાર રસોઈની તસવીરો શેર કરતા રહેતા હોય છે. સિડની ખાતે સ્કોટ મોરિસન હોમબશ વેસ્ટ ખાતે માર્કેટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ પોતાની જાતને રસોઈ કરવાથી રોકી શક્યા નહી અને ત્યાં કૂકને સાઈડ બેસાડીને પોતે જાતે રસોઈ બનાવવા બેસી ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).